શોધખોળ કરો
Advertisement
India vs Australia: ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું શિડ્યૂલ થયું જાહેર, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે બીસીસીઆઈ દ્વારા વન ડે, ટી-20 અને ટેસ્ટ ટીમની બે દિવસ પહેલા જાહેરાત કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે બીસીસીઆઈ દ્વારા વન ડે, ટી-20 અને ટેસ્ટ ટીમની બે દિવસ પહેલા જાહેરાત કરવામાં આવી હતી. આશ્ચર્ય વચ્ચે રોહિત શર્માનો એકેટ ફોર્મેટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી, જેને લઈ અનેક પ્રકારની અટકળો હાલ થઈ રહી છે. આ દરમિયાન ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા વન ડે, ટી-20 અને ટેસ્ટ મેચના સ્થળની જાહેરાત કરી દેવામાં આવી છે. વન ડે સીરિઝ 27 નવેમ્બરે સિડનીમાં શરૂ થશે. 4 ડિસેમ્બરથી ઓવલમાં ટી-20 શ્રેણી રમાશે. જે બાદ 6-8 ડિસેમ્બર અને 11-12 ડિસેમ્બર એસસીજીમાં ડે નાઇટ પ્રેક્ટિસ મેચ રમશે. 17 ડિસેમ્બરથી ઓવલમાં ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ ડે નાઇટ ટેસ્ટનો પ્રારંભ થશે.
ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું શિડ્યૂલ
વન ડે સીરિઝ
પ્રથમ વન ડેઃ 27 નવેમ્બર, એસસીજી
બીજી વન ડેઃ 29 નવેમ્બર, એસસીજી
ત્રીજી વન ડેઃ 2 ડિસેમ્બર, માનુકા ઓવલ
ટી-20 સીરિઝ
પ્રથમ ટી-20: 4 ડિસેમ્બર, માનુકા ઓવલ
બીજી ટી-20: 6 ડિસેમ્બર, એસસીજી
ત્રીજી ટી-20: 8 ડિસેમ્બર, એસસીજી
ટેસ્ટ સીરિઝ
પ્રથમ ટેસ્ટઃ 17-21 ડિસેમ્બર, એડિલેડ ઓવલ (ડે-નાઇટ)
બીજી ટેસ્ટઃ 26-20 ડિસેમ્બર, એમસીજી
ત્રીજી ટેસ્ટઃ 7-11 જાન્યુઆરી, એસસીજી
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે કુલ 32 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જે સમગ્ર સીરિઝ દરમિયાન બાયો સિક્યોર બબલમાં રહેશે.
વન ડે ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન અને વિકેટકિપર), શ્રેયર ઐયર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્દ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર
T-20 ટીમઃ વિરાટ કોહલી, શિખર ધવન, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર,મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુઝવેંદ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દીપક ચહર, વરુણ ચક્રવર્તી
ટેસ્ટ ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શૉ, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે(વાઇસ કેપ્ટન), હનુમા વિહારી, શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (વિકેટ કિપર), રિષભ પંત (વિકેટ કિપર), જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, મોહમ્મદ સિરાઝ
દેશના આ રાજ્યમાં કોરોનાથી થયું પ્રથમ મોત, જાણો કેટલા દિવસથી ચાલતી હતી સારવાર
આગામી મહિનાથી બેંકમાં રૂપિયા જમા કરાવવા અને ઉપાડવાનો પણ આપવો પડશે ચાર્જ, જાણો વિગત
સી પ્લેનના ભાડામાં તોતિંગ ઘટાડોઃ હવે કેટલા રૂપિયામાં કરી શકાશે બંને તરફની મુસાફરી?
બિહારમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલી બોલિવૂડની આ જાણીતી એક્ટ્રેસે કહ્યું- મને ધમકાવવામાં આવી, મારા પર દુષ્કર્મ થઈ શકતું હતું
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સુરત
બિઝનેસ
દેશ
Advertisement