શોધખોળ કરો
Advertisement
દોઢ વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં વાપસી થઈ આ ખેલાડીની, કરિયર બચાવવાની છે અંતિમ તક, જાણો વિગત
સાહા ઉપરાંત વિકેટકિપર બેટ્સમેનની રેસમાં યુવા ચહેરા તરીકે કેએસ ભરત હતો. મુખ્ય પસંદગીકર્તા એમએસકે પ્રસાદે સ્વીકાર્યું કે ભરત ટેસ્ટ ટીમમાં પસંદ થવાને ઘણો નજીક હતો પરંતુ સાહાને વાપસીનો મોકો આપવા ભરતને ટીમમાં સામેલ કરવો શક્ય નહોતો.
નવી દિલ્હીઃ રવિવારે વેસ્ટઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. મુંબઈ સ્થિત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ક્રિકેટ સેન્ટરમાં કેપ્ટન વિરાટ કોહલી, મુખ્ય પસંદગીકર્તા એમએસકે પ્રસાદ અને અન્ય પસંદગીકર્તા વચ્ચે ચાલેલી બેઠક બાદ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ત્રણેય ફોર્મેટની અલગ-અલગ ટીમોની પસંદગી કરવામાં આવી હતી. ટેસ્ટ ટીમમાં રિષભ પંત અને રિદ્ધિમાન સાહા એમ બે વિકેટકિપર બેટ્સમેનને સામેલ કરવામાં આવ્યા છે.
ટેસ્ટ ટીમમાં આશરે દોઢ વર્ષ બાદ વાપસી કરનારા વિકેટકિપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાને કરિયર બચાવવાનો મોકો મળ્યો છે. સાહા અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ જાન્યુઆરી 2018માં રમ્યો હતો. સાહાને ખભામાં ઈજા થઈ હતી. જે બાદ તે સાઉથ આફ્રિકા સામેની શ્રેણી રમ્યો નહોતો. બાદમાં બીસીસીઆઈએ સાહાની સારવાર કરાવી હતી અને તે ફિટ થઈ ગયો હતો. જે બાદ તેણે આઈપીએલમાં કમબેક કર્યું અને એક-બે મેચમાં સરેરાશ દેખાવ કર્યો હતો. પરંતુ ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરીને તેણે પસંદગીકર્તાનો ભરોસો જીત્યો અને વાપસી કરી.
સાહા ઉપરાંત વિકેટકિપર બેટ્સમેનની રેસમાં યુવા ચહેરા તરીકે કેએસ ભરત હતો. મુખ્ય પસંદગીકર્તા એમએસકે પ્રસાદે સ્વીકાર્યું કે ભરત ટેસ્ટ ટીમમાં પસંદ થવાને ઘણો નજીક હતો પરંતુ સાહાને વાપસીનો મોકો આપવા ભરતને ટીમમાં સામેલ કરવો શક્ય નહોતો. આ સ્થિતિમાં 34 વર્ષીય સાહા પાસે કરિયર બચાવવાનો અંતિમ મોકો છે.
સાહાએ 32 ટેસ્ટમાં 46 ઈનિંગમાં 30.63ની સરેરાશથી 1164 રન બનાવ્યા છે. જેમાં ત્રણ સદી અને પાંચ અડધી સદી સામેલ છે. તેનો સર્વોચ્ચ સ્કોર 117 રન છે. આ ઉપરાંત 85 શિકાર પણ કર્યા છે, જેમાં તેણે 75 કેચ અને 10 સ્ટપિંગ પણ કર્યા છે. જ્યારે બીજી તરફ 21 વર્ષીય રિષભ પંતે 9 ટેસ્ટમાં 696 રન બનાવ્યા છે. જેમાં તેણે બે સદી ફટકારી છે.
પ્રથમ ટેસ્ટ સાંજે 7 વાગ્યે અને બીજી ટેસ્ટ રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે. ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનો ટેસ્ટ કાર્યક્રમ આ મુજબ છે.
તારીખ મેચ સ્થળ સમય
22-26 ઓગષ્ટ પ્રથમ ટેસ્ટ એન્ટીગા સાંજે 7થી
30 ઓગષ્ટથી 3 સપ્ટે. બીજી ટેસ્ટ જમૈકા રાત્રે 8થી
વર્લ્ડકપ ટીમમાં સામેલ આ ખેલાડીને વિન્ડિઝ પ્રવાસમાં ટીમમાં ન મળ્યું સ્થાન, જાણો વિગત વર્લ્ડકપમાં રમેલા કયા બે સ્ટાર ગુજરાતી ક્રિકેટરનો વેસ્ટ ઈન્ડિઝ સામેની વન ડે, T20 શ્રેણીમાં સમાવેશ ન કરવામાં આવ્યો, જાણો વિગત ધોનીની નિવૃત્તિને લઈ ચીફ સિલેક્ટર પ્રસાદે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યુંIndia’s squad for 2 Tests: Virat Kohli (Captain), Ajinkya Rahane (VC), Mayank Agarwal, KL Rahul, C Pujara, Hanuma Vihari, Rohit Sharma, Rishabh Pant (WK) Wriddhiman Saha (WK), R Ashwin, Ravindra Jadeja, Kuldeep Yadav, Ishant Sharma, Mohammed Shami, Jasprit Bumrah, Umesh Yadav
— BCCI (@BCCI) July 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement