રવિચંદ્રન અશ્વિનઃ ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને પ્રથમ ઈનિંગમાં 1 અને બીજી ઈનિંગમાં 2 મળી મેચમાં કુલ 3 વિકેટ લીધી હતી. ત્રીજા દિવસની રમતના આરંભે જ્યારે ભારતનો ધબડકો થયો ત્યારે અશ્વિને પૂંછડીયા બેટ્સમેનો સાથે મળી ભારતની લીડ 50 રનને પાર કરાવી હતી. અશ્વિન પ્રથમ ઈનિંગમાં 35 રન બનાવ્યા હતા.
2/6
ઉમેશ યાદવઃ વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ ઈનિંગમાં 6 અને બીજી ઈનિંગમાં 4 વિકેટ મળી ઉમેશ યાદવે મેચમાં કુલ 10 વિકેટ લીધી હતી. ભારતની ધરતી પર 10 વિકેટ લેનારો તે ચોથો ભારતીય બોલર બન્યો છે. તેણે 4 બોલમાં 3 વિકેટ લેવાની સિદ્ધી પણ મેળવી હતી. ઉમેશ યાદવને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
3/6
પૃથ્વી શૉઃ રોજકોટ ટેસ્ટમાં સદી ફટકારીને ટેસ્ટ ડેબ્યૂમાં ધમાકેદાર પ્રવેશ કરનારા પૃથ્વી શૉએ પ્રથમ ઈનિંગમાં 70 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઈનિંગમાં 33 રને અણનમ રહ્યો હતો. પૃથ્વી શૉને ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન બદલ મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.
4/6
અજિંક્ય રહાણેઃ વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ ઈનિંગમાં 311 રન બનાવ્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 164 રન સુધીમાં કેપ્ટન કોહલી સહિત 4 વિકેટ ગુમાવી દીધી હતી. જે પછી રહાણેએ પૃથ્વી શો સાથે મળીને 152 રનની ભાગીદારી કરી હતી. રહાણેએ 80 રન બનાવ્યા હતા.
5/6
રિષભ પંતઃ ભારતીય ટીમના વિકેટકિપર રિષભ પંત પ્રથમ ઈનિંગમાં માત્ર 8 રન માટે સદીથી વંચિત રહી ગયો હતો. તેણે 92 રનની ઈનિંગ દરમિયાન રહાણે સાથે મળી ભારતીય ટીમને મજબૂતી આપી હતી.
6/6
હૈદરાબાદઃ અત્રેના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પર રમાયેલી બીજી અને અંતિમ ટેસ્ટમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 10 વિકેટથી હાર આપીને શ્રેણી 2-0થી જીતી લીધી હતી. રાજકોટ ટેસ્ટમાં પણ કેરેબિયન ટીમને એક ઈનિંગથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ બંને ટેસ્ટની ખાસિયત એ હતી કે ત્રણ જ દિવસમાં ટેસ્ટ મેચનું પરિણામ આવી ગયું હતું. હૈદરાબાદમાં ભારતની ભવ્ય જીતમાં આ 5 ખેલાડીઓ જીતના હીરો રહ્યા હતા.