શોધખોળ કરો
INDvAFG: મુરલી વિજય સદીથી માત્ર એક રન દૂર, વરસાદના વિઘ્ન વચ્ચે ટીમ ઈન્ડિયાનો સ્કોર 264/1
1/8

બેંગ્લોરઃ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચના પ્રથમ દિવસે બીજા સેશન દરમિયાન અચાનક વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે ટી બ્રેક નિર્ધારિત સમય કરતાં વહેલો જાહેર કરવામાં આવ્યો હતો. આ પછી મેચ શરૂ થયા બાદ પુનઃ વરસાદ આવ્યો ત્યારે મુરલી વિજય 99 અને લોકેશ રાહુલ 44 રને રમતમાં હતા. વરસાદના કારણે મેચ અટકી ત્યારે ભારતે 48.4 ઓવરમાં 264 રન નોંધાવી દીધા હતા.
2/8

આ પહેલા અફઘાનિસ્તાન સામેની એક માત્ર ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે લંચ બ્રેક સમયે વિના વિકેટના નુકસાન પર 158 રન બનાવ્યા હતા. લંચ સુધી શિખર ધવને વન ડે અંદાજમાં આક્રમક બેટિંગ કરી હતી. લંચ બ્રેક વખતે ધવન 104 રને રમતમાં હતો. જોકે લંચ બ્રેક બાદ માત્ર 3 રન ઉમેરી તે 107 રન બનાવી યામિદનો શિકાર બન્યો હતો. અફઘાનિસ્તાન વતી ટેસ્ટ ક્રિકેટમાં યામિદે સૌપ્રથમ વિકેટ લીધી હતી.
Published at : 14 Jun 2018 07:45 AM (IST)
View More





















