શોધખોળ કરો
ગુરુવારથી ભારત-અફઘાનિસ્તાન વચ્ચે ઐતિહાસિક ટેસ્ટ, ભારત વિરુદ્ધ ડેબ્યુ કરનારી ચોથી ટીમ બનશે અફઘાનિસ્તાન
1/5

શિખર ધવન અને મુરલી વિજય ભારતના નિયમિત ઓપનર રહ્યા છે. લોકેશ રાહુલ આઈપીએલમાં જોરદાર પ્રદર્શન દ્વારા પોતાનો દાવો મજબૂત કર્યો છે. ટેસ્ટ ક્રિકેટ અલગ ફોર્મેટ હોવાને કારણે કદાચ રાહુલને રાહ જોવી પડી શકે છે. રાહુલને મિડલ ઓર્ડરમાં તક મળે તેવી શક્યતા છે.
2/5

વિરાટ કોહલી ઈજાને કારણે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ નહીં રમે. તેના બદલે અજિંક્ય રહાણે કેપ્ટનશિપ કરશે. ભારતીય ટીમમાં ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા તથા બોલરમાં ઈશાંત શર્મા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Published at : 13 Jun 2018 09:47 AM (IST)
View More





















