શોધખોળ કરો
Advertisement
IND vs AUS: ભારતનો સિડની T20માં 6 વિકેટથી વિજય, સીરિઝ 1-1થી બરાબર
સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની સીરીઝની છેલ્લી T20 મેચ ભારતે 6 વિકેટથી જીતી હતી. આ સાથે સીરિઝ 1-1થી બરાબર થઈ હતી. બીજી ટી20 મેચ વરસાદના કારણે રદ થઈ હતી. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલી 41 બોલમાં 61 તથા દિનેશ કાર્તિક 18 બોલમાં 22 રન બનાવી અણનમ રહ્યા હતા. શિખર ધવને 22 બોલમાં 41 રનની ઈનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક, ઝેમ્પા, મેક્સવેલ, ટાયને 1-1 વિકેટ મળી હતી.
ઓસ્ટ્રેલિયન સામેની ત્રણ ટી-20 મેચની સીરિઝની અંતિમ મેચમાં ભારતને જીતવા માટે 165 રનનો ટાર્ગેટ મળ્યો હતો. કૃણાલ પંડ્યાની શાનદાર બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 164 રન ફટકાર્યા હતા. ભારત તરફથી કૃણાલ પંડ્યાએ સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી જ્યારે કુલદીપ યાદવને એક વિકેટ મળી હતી.
ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી હતી અને પ્રથમ વિકેટ માટે કેપ્ટન એરોન ફિંચ અને ડાર્સી શોર્ટ વચ્ચે 68 રનની ભાગીદારી થઇ હતી. મેચની નવમી ઓવરમાં કુલદીપ યાદવના બોલ પર કૃણાલ પંડ્યાએ ફિંચનો શાનદાર કેચ ઝડપ્યો હતો. બાદમાં મેચની 10મી ઓવરમાં કૃણાલ પંડ્યાએ સતત બે બોલ પર ડાર્સી શોર્ટ અને બેન મૈકડરમોટને પેવેલિયન ભેગા કર્યા હતા. મેક્સવેલ પણ વધુ ટકી શક્યો નહોતો અને કૃણાલ પંડ્યાને તેને 14મી ઓવરમાં રોહિત શર્માના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. 16મી ઓવરમાં કૃણાલ પંડ્યાએ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર એલેક્સ કેરીને પેલેવિયન ભેગો કર્યો હતો.
ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિંચે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતીય કેપ્ટન કોહલીએ ભારતની પ્લેઇંગ ઇલેવનમાં કોઇ ફેરફાર કર્યો નહોતો. જ્યારે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવનમાં જેસન બેહરેનડોર્ફના સ્થાને મિશેલ સ્ટાર્કનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement