શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં એક કેચ ઝડપવાની સાથે જ કોહલી દ્રવિડને રાખી દેશે પાછળ, જાણો વિગત
ભારત તરફથી વન ડે માં સૌથી વધુ કેચ ઝડપવામાં પૂર્વ કેપ્ટન અઝહરુદ્દીન મોખરે છે. તેણે 334 મેચમાં 156 કેચ ઝડપ્યા છે.
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર મકરસંક્રાતિના દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રણ વન ડે મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચ રમશે. એક દિવસીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બેટિંગથી ધમાલ મચાવી રહ્યો છે પરંતુ હવે તેની પાસે શ્રેણી દરમિયાન ફિલ્ડિંગમાં પણ રેકોર્ડ બનાવવાની તક છે. કોહલી ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં એક કેચ પકડવાની સાથે જ રાહુલ દ્રવિડને પાછળ રાખી દેશે.
વિરાટ કોહલી સીરિઝમાં એક કેચ ઝડપવાની સાથે જ ભારત તરફથી વન ડેમાં સૌથી વધુ કેચ ઝડપનારો ત્રીજો ખેલાડી બની જશે. રાહુલ દ્રવિડે 340 વન ડેમાં 124 કેચ ઝડપ્યા હતા, જ્યારે વિરાટ કોહલી 242 વન ડેમાં 124 કેચ ઝડપી ચુક્યો છે.
ભારત તરફથી વન ડે માં સૌથી વધુ કેચ ઝડપવામાં પૂર્વ કેપ્ટન અઝહરુદ્દીન મોખરે છે. તેણે 334 મેચમાં 156 કેચ ઝડપ્યા છે. માસ્ટર બ્લાસ્ટર સચિને 463 વન ડેમાં 140 કેચ ઝડપ્યા છે અને લિસ્ટમાં બીજા ક્રમે છે. સુરેશ રૈનાએ 226 મેચમાં 102 કેચ ઝડપ્યા છે અને લિસ્ટમાં પાંચમા ક્રમે છે.
INDvAUS વન ડે શ્રેણી કાર્યક્રમ
પ્રથમ વન ડેઃ વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ, 14 જાન્યુઆરી, બપોરે 1.30 કલાકથી
બીજી વન ડેઃ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, રાજકોટ, 17 જાન્યુઆરી, બપોરે 1.30 કલાકથી
ત્રીજી વન ડેઃ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ, 19 જાન્યુઆરી, બપોરે 1.30 કલાકથી
ભારતે ઓસ્ટ્રેલિયા સામે જાહેર કરેલી વન ડે ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, કેદાર જાધવ, રિષભ પંત (વિકેટકિપર), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી.
T-20 વર્લ્ડકપમાં ટીમોની સંખ્યા વધારી શકે છે ICC, અમેરિકામાં રમાઈ શકે છે ટુર્નામેન્ટ
INDvAUS: મુંબઈ વન ડેમાં આવી હોઈ શકે છે ભારતની પ્લેઇંગ-11, જાણો કોને મળી શકે છે સ્થાન
પતંગરસિયાઓ માટે રાહતના સમાચાર, ઉત્તરાયણના દિવસે નહીં પડે વરસાદ, જાણો કેટલી ઝડપે ફૂંકાશે પવન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement