શોધખોળ કરો
INDvAUS: મુંબઈ વન ડેમાં આવી હોઈ શકે છે ભારતની પ્લેઇંગ-11, જાણો કોને મળી શકે છે સ્થાન
શ્રીલંકા સામેની ટી-20 શ્રેણી દરમિયાન રોહિત શર્મા અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં બંને પરત ફર્યા છે, જેના કારણે ટીમ વધારે મજબૂત થઈ છે.

મુંબઈઃ માયાનગરી મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર મકરસંક્રાતિના દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રણ વન ડે મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચ રમશે. બપોરે 1.30 કલાકે મેચની શરૂઆત થશે. શ્રીલંકા સામેની ટી-20 શ્રેણી દરમિયાન રોહિત શર્મા અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં બંને પરત ફર્યા છે, જેના કારણે ટીમ વધારે મજબૂત થઈ છે. વાનખેડેમાં પ્રથમ બોલિંગ કરવી લાભદાયક સાબિત થઈ શકે છે, કારણકે બીજી ઈનિંગમાં બોલિંગ કરતી વખતે ઝાકળનો પણ સામનો કરવો પડી શકે છે. પિચ બેટ્સમેનોને અનુકૂળ છે અને બાઉન્ડ્રી લાઈન પણ ટૂંકી છે. પરિણામે હાઇ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. કોણ આવશે ઓપનિંગમાં રોહિત શર્માની ગેરહાજરીમાં શિખર ધવન અને લોકેશ રાહુલે શ્રીલંકા સામે ટી-20 શ્રેણીમાં શાનદાર બેટિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં રોહિત શર્મા પરત ફરતા ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગમાં કોને ઉતારવા તે મોટો પ્રશ્ન છે. રોહિત-ધવન, રોહિત-રાહુલ, ધવન-રાહુલ પૈકી કઈ જોડી ઓપનિંગમાં આવશે તે નક્કી નથી. કોહલી નંબર ચાર પર બેટિંગ કરી શકે છે. આવી હોઈ શકે છે સંભવિત પ્લેઇંગ-11 રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, નવદીપ સૈની, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણી કાર્યક્રમ પ્રથમ વન ડેઃ વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ, 14 જાન્યુઆરી, બપોરે 1.30 કલાકથી બીજી વન ડેઃ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, રાજકોટ, 17 જાન્યુઆરી, બપોરે 1.30 કલાકથી ત્રીજી વન ડેઃ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ, 19 જાન્યુઆરી, બપોરે 1.30 કલાકથી પતંગરસિયાઓ માટે રાહતના સમાચાર, ઉત્તરાયણના દિવસે નહીં પડે વરસાદ, જાણો કેટલી ઝડપે ફૂંકાશે પવન IND v AUS: આવતીકાલે પ્રથમ વન ડે, કોહલી પાસે સચિનના વધુ એક રેકોર્ડની બરોબરી કરવાની તક
વધુ વાંચો





















