શોધખોળ કરો
Advertisement
T-20 વર્લ્ડકપમાં ટીમોની સંખ્યા વધારી શકે છે ICC, અમેરિકામાં રમાઈ શકે છે ટુર્નામેન્ટ
રિપોર્ટ પ્રમાણે ક્રિકેટનું ટૂંકુ ફોર્મેટ અનેક દેશોમાં લોકપ્રિય બને તે માટે આઈસીસી આ વિકલ્પ પર વિચાર કરી રહી છે. ફૂટબોલ અને બાસ્કેટબોલ જેવી લોકપ્રિય રમતોની બરોબરીનો પ્રયાસ કરી શકાય તે માટે આમ કરવામાં આવી શકે છે.
અબુધાબીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) 2023-31 દરમિયાન ટી-20 વર્લ્ડકપમાં ટીમોની સંખ્યા 16થી વધારીને 20 કરી શકે છે. ટેલીગ્રાફ.કો.યૂકેના રિપોર્ટ પ્રમાણે ક્રિકેટનું ટૂંકુ ફોર્મેટ અનેક દેશોમાં લોકપ્રિય બને તે માટે આઈસીસી આ વિકલ્પ પર વિચાર કરી રહી છે. ફૂટબોલ અને બાસ્કેટબોલ જેવી લોકપ્રિય રમતોની બરોબરીનો પ્રયાસ કરી શકાય તે માટે આમ કરવામાં આવી શકે છે.
રિપોર્ટ પ્રમાણે આ મુદ્દા પર 2023-31ના આઈસીસીના કેલેન્ડરમાં વિસ્તૃત ચર્ચા થઈ શકે છે. આ સત્રનો પ્રથમ ટી-20 વર્લ્ડકપ 2024માં રમાશે. આઈસીસીએ વૈશ્વિક મીડિયા માર્કેટમાં ઉતરતા પહેલા દરેક વર્ષે એક વૈશ્વિક ટુર્નામેન્ટના આયોજનનો પ્રસ્તાવ રાખ્યો છે અને વિશ્વકપમાં ટીમોની સંખ્યા વધારે હોવાથી દર્શકો પણ વધારે આવશે.
આઈસીસી અમેરિકાને મોટા માર્કેટ તરીકે જોઈ રહ્યું છે અને અહીંયા ક્રિકેટને પ્રોત્સાહન આપવા અનેક પ્રયાસ કર્યા છે. તેથી મોટી ટુર્નામેન્ટ અમેરિકામાં પણ યોજાઈ શકે છે. આ ઉપરાંત કેનેડા, જર્મની, નેપાળ અને નાઇઝીરિયા જેવી ટીમોને પણ મોટી ટુર્નામેન્ટમાં રમવાનો મોકો મળી શકે છે.
INDvAUS: મુંબઈ વન ડેમાં આવી હોઈ શકે છે ભારતની પ્લેઇંગ-11, જાણો કોને મળી શકે છે સ્થાન
પતંગરસિયાઓ માટે રાહતના સમાચાર, ઉત્તરાયણના દિવસે નહીં પડે વરસાદ, જાણો કેટલી ઝડપે ફૂંકાશે પવન
IND v AUS: આવતીકાલે પ્રથમ વન ડે, કોહલી પાસે સચિનના વધુ એક રેકોર્ડની બરોબરી કરવાની તક
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement