શોધખોળ કરો
પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિઆએ ભારતને 146 રને આપી હાર, સીરીઝ 1-1થી બરાબર

1/4

ફરી એક વખત રિષભ પંત ઉતાવળ કરવા જતાં આઉટ થયો. લાયનની ઓવરમાં પ્રથમ બોલમાં ચોગ્ગો લગાવ્યા બાદ બીજા બે બોલમાં કોઈ જ રન બનાવી શક્યો ન હતો. ચોથા બોલ પર ચોગ્ગો મારવાના ચક્કરમાં તે કેચઆઉચ થઈ ગયો હતો. રિષભ પંતે 61 બોલ પર શાનદાર 30 રન બનાવ્યા હતા.
2/4

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ પર્થ ટેસ્ટમાં ભારતને 146 રને હરાવ્યું છે. ભારતીય ટીમ 287 રનના ટાર્ગેટનો પીછો કરતાં પાંચમાં દિવસે લંચ પહેલા જ 140 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. તેની સાથે જ મેજબાન ટીમે સીરીઝ 1-1ની બરાબર કરી લીધી છે. ચાર ટેસ્ટ મેચની સીરીઝનો ત્રીજો ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરે મેલબોર્નમાં રમાશે. ઓસ્ટ્રેલિયા તરફતી મિશેલ સ્ટાર્ક અને નાથન લિયોને 3-3 વિકેટ મેળવી છે, જ્યારે જોશ હેજલવુડ અને પૈટ કમિન્સે 2-2 વિકેટ લીધી હતી.
3/4

પાંચમાં દિવસે ભારતે 15 ઓવરમાં ફક્ત 28 રન બનાવીને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. તે સાથે જ ભારતે હાર માની લીધી હતી. રિષભ પંતની વિકેટ પડ્યા બાદ મિચેલ સ્ટાર્કે ઉમેશ યાદવને બોલ્ડ કરીને પેવેલિયન પરત મોકલી દીધો હતો. ઉમેશ યાદવ ફક્ત બે રન બનાવી શક્યો હતો.
4/4

ઉમેશ યાદવ બાદ ઈશાંત શર્મા પણ કોઈ રન બનાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. તેની સાથે ભારતની નવ વિકેટ પડી ગઈ હતી. ભારતની અંતિમ વિકેટ જસપ્રીત બુમરાહની પડી હતી. બુમરાહને પેટ કમિન્સે બોલ્ડ કર્યો હતો.
Published at : 18 Dec 2018 09:25 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
અમદાવાદ
બિઝનેસ
ગાંધીનગર
Advertisement
