ત્રીજી ટેસ્ટ માટે જાહેર થયેલી ટીમ ઈન્ડિયાઃ વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પૂજારા, મયંક અગ્રવાલ, રોહિત શર્મા, હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા, રિષભ પંત, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ
2/4
આ મેચમાં ભારતીય ટીમ નવી ઓપનિંગ જોડી સાથે ઉતરી હતી તેનો પણ એક રેકોર્ડ બન્યો છે. 82 વર્ષ બાદ ટેસ્ટમાં ભારતના બંને નવા ઓપનિંગ બેટ્સમેનોએ પ્રથમ વખત ઈનિંગની શરૂઆત કરી છે. આ પહેલા 1936માં દાતારામ હિંડલેકર અને વિજય મર્ચન્ટે ઈનિંગની શરૂઆત કરી હતી.
3/4
મેલબોર્નઃ બોક્સિંગ ડેથી શરૂ થયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસે ભારતે ધીમી પણ મક્કમ બેટિંગ કરતાં દિવસના અંતે 89 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 215 રન બનાવી લીધા છે. ચેતેશ્વર પૂજારા 68 અને કેપ્ટન વિરાટ કોહલી 47 રને રમતમાં છે. ઓસ્ટ્રેલિયા તરફથી બંને વિકેટ પેટ કમિન્સે લીધી હતી.
4/4
મયંક અગ્રવાલ અને હનુમા વિહારીની નવી ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 40 રનની ભાગીદારી કરી હતી. હનુમા વિહારી 66 બોલમાં 8 રન બનાવી આઉટ થયો હતો. જે બાદ મયંક અગ્રવાલે ચેતેશ્વર પૂજારા સાથે મળી ઈનિંગ આગળ વધારી હતી. મયંક અગ્રવાલ 161 બોલમાં 76 રન બનાવી આઉટ થયો હતો. મયંકે 8 ફોર અને 1 સિક્સ મારી હતી.