2013માં વેસ્ટ ઈન્ડિઝ સામેની વન ડે મેચ દરમિયાન જાડેજોની ઓવરમાં સુરેશ રૈનાએ કેચ છોડ્યો હતો. તે સમયે જાડેજાએ રૈનાને કહ્યું હતું કે, ‘તારી કેપ્ટનશિપ છીનવાઈ ગઈ તો શું ફિલ્ડિંગમાં પણ મન નથી લાગતું ?’ જાડેજાએ આમ કહેતા જ બંને વચ્ચે ચકમક થઈ હતી.
2/4
રવિન્દ્ર જાડેજા સબસ્ટિટ્યુટ તરીકે આ મેચમાં ફિલ્ડિંગ કરવા આવ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. ઈશાંત શર્મા અને જાડેજા બંને તેમના ગુસ્સા માટે જાણીતા છે. ઘણીવાર તેમના ગુસ્સાનો ભોગ ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીએ બનવું પડે છે. જાડેજા ઈશાંત પહેલા પણ અન્ય સીનિયર ખેલાડી સાથે ઝઘડો કરી ચુક્યો છે.
3/4
ભારત અને ઓસ્ટ્રેલિયાની બીજી ટેસ્ટ દરમિયાન રવિન્દ્ર જાડેજા અને ઈશાંત શર્મા મેદાન પર જ કોઈ કારણસર ઝઘડી ગયા હતા જેનો વીડિયો પણ વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ઈશાંત શર્મા અને રવિન્દ્ર જાડેજા વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. ત્યાર બાદ કુલદીપ યાદવ અને શામી વચ્ચે પડીને બંનેને દુર મોકલી આપે છે.
4/4
નવી દિલ્હીઃ પર્થ ટેસ્ટમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે 146 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ દરમિયાન ભારતીય ટીમના વિવાદનો એક કિસ્સો સામે આવ્યો છે. ટીમ ઈન્ડિયાના બે સીનિયર ખેલાડીઓ મેદાન પર જ ઝઘડી પડ્યા હતાં.