પંત ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝમાં બેટિંગથી ખાસ કમાલ દર્શાવી શક્યો નથી પરંતુ વિકેટકિપિંગમાં તે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતનો સૌથી સફળ વિકેટકિપર બની ગયો છે. પંત પાસે તેનો આ રેકોર્ડ વધારે મજબૂત કરવાનો મોકો છે. કારણકે ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં હજુ 6 વિકેટ બાકી છે અને આ મેચ બાદ વધુ બે ટેસ્ટ મેચ ભારતે રમવાની છે.
2/5
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતના યુવા વિકેટકિપર રિષભ પંતે અત્યાર સુધીમાં કોઈ પણ ભારતીય વિકેટકિપરે ન બનાવ્યો હોય તેવો રેકોર્ડ બનાવ્યો છે. પંતે આ રેકોર્ડ બનાવીને ધોની, સૈયદ કિરમાણી જેવા દિગ્ગજ વિકેટકિપરોને પણ પાછળ રાખી દીધા છે.
3/5
પંતે એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 11 કેચ ઝડપવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જે બાદ બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 3 કેચ પકડ્યા હતા. ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં પંતે શોન માર્શનો કેચ પકડતાંની સાથે જ સીરિઝમાં 15મો કેચ પકડીને રેકોર્ડ સર્જી દીધો હતો.
4/5
સૈયદ કિરમાણીએ 1979-80માં 11 કેચ અને 3 સ્ટમ્પિંગ, 2012-13માં ધોનીએ ભારતમાં 9 કેચ અને 5 સ્ટમ્પિંગ, 2014-15માં ધોનીએ ઓસ્ટ્રેલિયામાં 13 કેચ અને 1 સ્ટમ્પિંગ અને રિદ્ધિમાન સાહાએ ભારતમાં 2016-17માં 13 કેચ અને 1 સ્ટમ્પિંગ કર્યા હતા. પંત સીરિઝમાં અત્યાર સુધી 15 કેચ ઝડપી ચુક્યો છે પરંતુ એક પણ સ્ટમ્પિંગ કર્યું નથી.
5/5
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ સીરિઝમાં વિકેટકિપર તરીકે સૌથી વધારે કેચ પકડવાના મામલે મહેન્દ્ર સિંહ ધોની, સૈયદ કિરમાણી અને રિદ્ધીમાન સાહાને પાછળ રાખી દીધા છે. આ ત્રણેય વિકેટકિપરે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝમાં 14-14 શિકાર ઝડપ્યા હતા.