ભારતીય ટીમે બેટ્સમેન તરીકે હનુમા વિહારી અને રોહિત શર્મા બંનેનો સમાવેશ કર્યો છે. કેપ્ટન વિરાટ કોહલી મિડલ ઓર્ડરમાં આ બંને પૈકી કોના પર વધારે ભરોસો મુકે છે તે આવતીકાલે જ ખબર પડશે.
2/5
પ્રથમ ટેસ્ટ માટે જાહેર થયેલી ટીમ ઈન્ડિયાઃ વિરાટ કોહલી, અંજિક્ય રહાણે, ચેતેશ્વર પૂજારા, મુરલી વિજય, લોકેશ રાહુલ, રોહિત શર્મા, હનુમા વિહારી, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ.
3/5
ટીમ ઈન્ડિયાએ જાહેર કરેલા 12 ખેલાડીઓમાં 7 સ્પેશિયલ બેટ્સમેન, 1 વિકેટકિપર, 1 સ્પિનર અને 3 ફાસ્ટબોલર્સનો સમાવેશ કર્યો છે. જેના પરથી ટીમ ઈન્ડિયા ત્રણ ફાસ્ટ બોલર્સ અને 1 સ્પિનર સાથે મેદાનમાં ઉતરશે તે નક્કી છે.
4/5
હનુમા વિહારીએ ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ ટેસ્ટમાં પ્રથમ ઈનિંગમાં જ ફિફ્ટી ફટકારી હતી.
5/5
એડિલેડઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની હાઈપ્રોફાઈલ ટેસ્ટ સીરિઝનો તારીખ 6 ડિસેમ્બર, ગુરૂવારથી એડીલેડમાં પ્રારંભ થશે. આ પહેલા આજે ભારતના કેપ્ટન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન દ્વારા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ખુલ્લી મુકવામાં આવી હતી. મેચ પહેલા ભારતીય ટીમે 12 ખેલાડીઓના નામ જાહેર કર્યા છે.