શોધખોળ કરો
Advertisement
INDvsBAN: આવતીકાલે બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ ટી-20, રોહિત શર્મા ટીમ ઇન્ડિયાની કમાન સંભાળશે
રોહિત શર્મા આ સીરિઝમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ કરી રહ્યાં છે. વિરાટ કોહલીને આ સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે.
નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની ટી-20 સીરિઝની પ્રથમ મેચ રવિવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યેથી રમાશે. ત્યારે બીજી તરફ દિલ્હીની હવાની ગુણવત્તા પોતાના ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. ગત સપ્તાહથી હવા સતત પ્રદુષિત થઈ રહી છે. ખરાબ હવાના કારણે બાંગ્લાદેશના ખેલાડીઓ પણ પ્રેક્ટિસ મેચ દરમિયાન ચહેરા પર માસ્ક પહેરીને રમ્યા હતા.
રોહિત શર્મા આ સીરિઝમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ કરી રહ્યાં છે. વિરાટ કોહલીને આ સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે. આ પહેલા ભારતે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી 20 સીરિઝ રમી હતી જેમાં 1-1 થી બરાબર રહી હતી. ભારતની નજર આ સીરિઝ જીતવા પર રહેશે. વિરાટ કોહલીની અનુપસ્થિતિમાં ટીમની બેટિંગ રોહિત અને શિખર ધવન પર નિર્ભર રહેશે.
બાંગ્લાદેશ માટે આ સીરિઝ મુશ્કેલ રહેશે. કારણ કે પોતાના સ્ટાર ઓલ રાઉન્ડર શાકિબ અને તમીમની ગેરહાજરીમાં રમશે. જો છેલ્લા બે ત્રણ વર્ષની વાત કરીએ તો આ બન્ને ખેલાડીઓએ ટીમમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ભારતની સંભવિત ટીમ: રોહિત શર્મા(કેપ્ટન), શિખર ધવન, લોકશ રાહુલ, સંજુ સેમસન, શ્રેયસ અય્યર, મનીષ પાન્ડે, રિષભ પંત(વિકેટકિપર), વોશિંગટન સુંદર, ક્રુણાલ પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, દીપક ચાહર, ખલીલ અહમદ, શિવમ દુબે, શાર્દુલ ઠાકુર
T20માં કોહલીના આ રેકોર્ડથી માત્ર આઠ રન દૂર છે રોહિત શર્મા, જાણો વિગત
ભારતીય મહિલા અને પુરુષ હૉકી ટીમે ટોક્યો ઓલિમ્પિક 2020 માટે કર્યું ક્વાલિફાઈ
BCCIએ આ ક્રિકેટર્સ પર બે વર્ષનો લગાવ્યો પ્રતિબંધ, ઉંમરની આપી હતી ખોટી જાણકારી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement