લોર્ડ્સ: લોર્ડ્સમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમત વરસાદમાં ધોવાય ગઈ. સતત વરસાદના કારણે ટૉસ પણ થઈ શક્યો ન હતો. મેચ અધિકારીઓએ નિર્ધારિત સમય પહેલાજ લન્ચ બ્રેક લેવાનો નિર્ણય કર્યો હતો. જો કે લન્ચ બાદ પણ સતત વરસાદ ચાલુ રહેતા મેચ શરૂ કરવામાં આવી નહતી.
2/4
આ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ અંગ્રેજી કૉમેન્ટ્રીમાં Sony Six અને Sony Six Hd પર જ્યારે હિન્દી કોમેન્ટ્રી SONY TEN 3 અને SONY TEN 3 HD પર જોઈ શકાશે થશે. Sony LIV પર લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે.
3/4
પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો 31 રને પરાજય થયો હતો. જેથી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી કેટલાક બદલાવ કરી શકે છે. વિરાટ કોહલી બીજી ટેસ્ટ મેચમાં ટેસ્ટના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે ઇંગ્લેન્ડ 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી આગળ છે.
4/4
બર્મિંગહામમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ખેલાડીઓના ખરાબ પ્રદર્શનને જોતા ટીમ ઇન્ડિયામાં બદલાવ જોવા મળી શકે છે. લોકેશ રાહુલ, અજિંક્ય રહાણે અને વિકેટકીપર દિનેશ કાર્તિક પણ ફ્લોપ રહ્યાં હતા. એવામાં કેપ્ટન વિરાટ કોહલી ચેતેશ્વર પૂજારાનો સમાવેશ કરી શકે છે.