શોધખોળ કરો
આજે ઈંગ્લેન્ડ-ભારત ત્રીજી ટેસ્ટ: ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે મોટો ફેરફાર? કોનું-કોનું કપાઇ શકે છે પત્તું?
1/5

ઓપનર મુરલી વિજય પણ સદંતર નિષ્ફળ રહ્યો હતો. તેણે પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 20 અને બીજી ઇનિંગમાં 6 રન બનાવ્યા હતા તેમ છતાં તેને બીજી ટેસ્ટ મેચમાં તક આપી હતી. જોકે, તે બીજી ટેસ્ટમાં ફ્લોપ રહેતાં બંને ઇનિંગમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. મુરલી વિજયને બહાર કરી તેના સ્થાને ધવનને ફરી તક મળી શકે તેવું લાગી રહ્યું છે.
2/5

બીજા ફેરફાર તરીકે ટીમ ઇન્ડિયા ત્રીજી ટેસ્ટમાં વિકેટકિપર બેટ્સમેન કાર્તિકનું પત્તું કપાઇ શકે છે, કાર્તિકની જગ્યાએ યુવા વિકેટ કિપર ખેલાડી રિષભ પંતને મોકો મળી શકે છે. રિદ્ધિમાન સાહાને ઈજા થવાના કારણે કાર્તિકને ટીમમાં મોકો મળ્યો હતો પણ આ સીરીઝમાં કાર્તિકનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.
Published at : 18 Aug 2018 10:05 AM (IST)
View More





















