જો કે બીજા દિવસની રમતના અંતે ભારતીય ટીમ વતી મીડિયા સામે આવેલા અજિંકય રહાણેએ કેપ્ટન કોહલીની ખુશામત કરતો હોય તેવી રીતે કહ્યું હતુ કે, એ રન આઉટ માટે તો પુજારા ખુદ જવાબદાર હતો. પોતાના સાથી બેટ્સમેનના આત્મવિશ્વાસને તોડી પાડતી કોમેન્ટ જાહેરમાં કરવા બદલ રહાણે સામે આક્રોશ ફેલાયો છે.
2/5
એ વખતે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ભૂલને કારણે 25 બોલ રમી ચૂકેલા અને સારી બેટિંગ કરીને ધબડકો ખાળનારા ચેતેશ્વર પુજારાએ રનઆઉટ થવું પડયું હતુ. આ રનઆઉટમાં પુજારાને આઉટ કરાવવા માટે કેપ્ટન કોહલી જ જવાબદાર હોવાનું સ્પષ્ટ રીતે દેખાતું હતુ.
3/5
લંડનઃ ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ભારતીય બેટ્સમેને ધોળકું ધોળીને શરમજનક દેખાવ કર્યો તેના કારણે ચાહકોમાં આક્રોશ છે ત્યારે અકિંજય રહાણેની કોમેન્ટથી ચાહકોનો આક્રોશ વધ્યો છે. આ મેચની પહેલી ઈનિંગ્સમાં ટીમ ઈન્ડિયા સસ્તામાં ઓપનરોની વિકેટ ગુમાવી ચૂકી હતી ને મુશ્કેલીમાં હતી.
4/5
આ રીતે રહાણેએ ઈશારો કર્યો કે, પુજારાને જો આગળ વધવુ હોય તો તેણે પોતાની ભૂલ સ્વીકારી લેવી જોઈએ અને પછી જ તેને આગળ વધવાની તક મળી શકે છે. રહાણેના આ વલણના કારણે ક્રિકેટ ચાહકોમાં રોષ છે. રહાણે પોતાનું સ્થાન બચાવવા કોહલીની ખુશામત કરી રહ્યો છે તેવું ક્રિકેટ ચાહકોનું માનવું છે.
5/5
રહાણેએ ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા અને કોહલીની લોબીને સારુ લગાડવા માટે એવી કોમેન્ટ કરી હતી કે, મને લાગે છે કે, આ રનઆઉટમાં પુજારાની ભૂલ હતી. બધી બાબતોમાં સ્વીકાર કરવો એ પાયાની બાબત છે. ઈંગ્લેન્ડમાં રમતાં કોટ બિહાઈન્ડ થાવ કે રનઆઉટ, ભૂલ સ્વીકારીને આગળ વધવું પડે છે.