શોધખોળ કરો
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ બીજા ટેસ્ટમાં આ ભારતીય ખેલાડીએ બનાવ્યો શરમજનક રેકોર્ડ, જાણો વિગતે
1/4

પંતે પોતાની ડેબ્યુ ટેસ્ટમાં બીજા બોલે સિક્સર ફટકારી ખાતું ખોલાવ્યું હતું અને ઇતિહાસ રચ્યો હતો.
2/4

પંત આવો રેકોર્ડ બનાવનાર ત્રીજો ભારતીય બન્યો છે. આ પહેલા ઇરફાન પઠાણે પાકિસ્તાન સામે 2011માં બેંગલોર અને સુરેશ રૈનાએ ઓવલમાં 2011માં 29 બોલનો સામનો કર્યા પછી પણ રન બનાવી શક્યા ન હતા. આ બંને પણ શૂન્ય રને આઉટ થયા હતા.
3/4

વિકેટકીપર તરીકે વાત કરવામાં આવે તો પંતે નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા આ રેકોર્ડ ઇંગ્લેન્ડના વિકેટકીપર જોસ બટલરના નામે હતો. જે 2015માં વેસ્ટ ઇન્ડીઝ સામે નોર્થ સાઉન્ડમાં 22 બોલનો સામનો કર્યા પછી પણ ખાતું ખોલાવી શક્યો ન હતો અને શૂન્ય રને આઉટ થયો હતો. આ પહેલા 1992માં ડેવિડ વિલિયમ્સ ઓસ્ટ્રેલિયા સામે 21 બોલ રમીને ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો.
4/4

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સાઉથમ્પ્ટનમાં રમાઈ રહેલ બીજા ટેસ્ટમાં એવો શરમજનક રેકોર્ડ બનાવ્યો છે જેને કોઈ બેટ્સમેન પોતાના નામે કરવા નહી માગે. નોંધનીય છે કે, પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરતાં રિષભ પંતે 29 બોલનો સામનો કર્યો પરંતુ તે એક પણ રન ન બનાવી શક્યા અને 0 પર આઉટ થઈ ગયા. રિષભ પંત 47 મિનિટ સુધી પીચ પર ઉભા રહ્યા.
Published at : 01 Sep 2018 02:34 PM (IST)
View More





















