કેપ્ટન વિરાટ કોહલી તેની 38 ટેસ્ટ મેચના રેકોર્ડને પાછળ રાખીને પ્રથમ વખત સતત બે ટેસ્ટમાં એક જ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરશે તેમ ગઈકાલે જ જાહેરાત કરી દીધી હતી. આ સ્થિતિમાં ચોથી અને પાંચમી ટેસ્ટ માટે ટીમમાં સમાવાયેલા પૃથ્વી શો અને હનુમા વિહારીના સમાવેશની નહીંવત શક્યતા છે.
2/3
આ મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ પણ બપોરે 3.30 કલાકે કરાશે. આ મેચોના લાઇવ ટેલિકાસ્ટ અંગ્રેજી કૉમેન્ટ્રીમાં Sony Six અને Sony Six Hd પર જ્યારે હિન્દી કોમેન્ટ્રીમાં SONY TEN 3 અને SONY TEN 3 HD પર જોઈ શકાશે. Sony LIV પર સ્ટ્રીમિંગ જોઈ શકાશે.
3/3
લંડન: ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની સીરીઝનો ચોથો મુકાબલો આજે સાઉથેમ્પટનમાં રમાશે. પ્રથમ બે ટેસ્ટમાં હારનો સામનો કરેલી ભારતીય ટીમે નોટિંઘમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ઐતિહાસિક જીતવી મેળવી હતી. ભારતીય સમય પ્રમાણે મેચ 3.30 વાગ્યે શરૂ થશે. ભારતે શ્રેણીમાં ટકી રહેવા માટે હિસાબે મેચ જીતવી પડે તેમ છે.