શોધખોળ કરો

Hockey Asia Cup 2025: ભારતે ચોથી વખત જીત્યો એશિયા કપ, ફાઈનલમાં દક્ષિણ કોરિયાને 4-1થી હરાવી રચ્યો ઈતિહાસ

Hockey Asia Cup 2025: ભારતે દક્ષિણ કોરિયાને 4-1થી હરાવીને હૉકી એશિયા કપનું ટાઈટલ જીત્યું હતું

Hockey Asia Cup 2025: ભારતે દક્ષિણ કોરિયાને 4-1થી હરાવીને હૉકી એશિયા કપનું ટાઈટલ જીત્યું હતું. ભારતે એશિયા કપ ટ્રોફી ચોથી વખત જીતી છે. ટીમ ઈન્ડિયા માટે સુખજીત સિંહ, અમિત રોહિદાસે એક-એક ગોલ અને દિલપ્રીત સિંહે બે ગોલ કર્યા હતા. આ સાથે ભારતે 2013 ની ફાઇનલની હારનો બદલો લીધો છે, જ્યારે દક્ષિણ કોરિયાએ ભારતને 4-3થી હરાવીને ટ્રોફી જીતી હતી.

ભારતે ચોથી વખત એશિયા કપ જીત્યો

સુખજીત સિંહે મેચની શરૂઆતની ક્ષણોમાં ગોલ કર્યો અને ટીમ ઈન્ડિયાને લીડ અપાવી હતી. ભારતને પહેલા ક્વાર્ટરમાં પેનલ્ટી સ્ટ્રોક પણ મળ્યો હતો, પરંતુ ગોલ થઈ શક્યો નહીં. બીજો ક્વાર્ટર શરૂ જ થયો હતો જ્યારે જુગરાજ સિંહને 2 મિનિટ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાના 10 ખેલાડીઓ મેદાન પર હતા, તેમ છતાં કોરિયન ટીમ ગોલ કરી શકી ન હતી. બીજા ક્વાર્ટરમાં દિલપ્રીત સિંહે ગોલ કર્યો અને ટીમ ઈન્ડિયાને 2-0ની લીડ અપાવી હતી.

ભારત હાફ-ટાઇમ સુધી 2-0થી આગળ હતું. ત્રીજા ક્વાર્ટરમાં દક્ષિણ કોરિયાએ સારી શરૂઆત કરી હતી, પરંતુ ટીમ ઈન્ડિયા ગોલ કરવામાં સફળ રહી હતી. દિલપ્રીત સિંહે મેચનો પોતાનો બીજો ગોલ કરીને ભારતને 3-0થી આગળ લઈ લીધું. ચોથા અને અંતિમ ક્વાર્ટરમાં પણ કઠિન મુકાબલો જોવા મળ્યો, જ્યાં સિનિયર ખેલાડી અમિત રોહિદાસે ભારત માટે ચોથો ગોલ કર્યો હતો. કોરિયન ટીમ મેચમાં ફક્ત એક જ ગોલ કરી શકી હતી.

ટીમ ઈન્ડિયાએ બદલો લીધો

આ એ જ દક્ષિણ કોરિયા છે, જેણે 2013 એશિયા કપ ફાઇનલમાં ભારતને 4-3થી હરાવ્યું હતું. હવે 12 વર્ષની લાંબી રાહ જોયા પછી ભારતીય ટીમ તેનો બદલો લેવામાં સફળ રહી છે. આ એક મોટો સંયોગ પણ કહી શકાય કે છેલ્લા 31 વર્ષમાં ભારત અને દક્ષિણ કોરિયા સિવાય કોઈ ત્રીજી ટીમ હૉકી એશિયા કપનું ટાઈટલ જીતી શકી નથી. છેલ્લા 9 એશિયા કપ ટુર્નામેન્ટમાં દક્ષિણ કોરિયાએ પાંચ વખત ટ્રોફી જીતી છે અને ભારતે ચાર વખત જીતી છે.

ટોપ સ્ટોરી

IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
India A vs Nepal: ભારતે નેપાળને 306 રનથી હરાવ્યું, બનાવ્યો રેકોર્ડ, 26 રનમાં સમેટાઈ ટીમ
India A vs Nepal: ભારતે નેપાળને 306 રનથી હરાવ્યું, બનાવ્યો રેકોર્ડ, 26 રનમાં સમેટાઈ ટીમ
IND vs NZ 1st Test Day 2 Highlights: પ્રથમ ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત, રાહુલ-જયસ્વાલની અડધી સદી
IND vs NZ 1st Test Day 2 Highlights: પ્રથમ ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત, રાહુલ-જયસ્વાલની અડધી સદી
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન

વિડિઓઝ

Accident: બનાસકાંઠાનો પરિવાર રાજસ્થાનમાં ભયંકર અકસ્માતનો બન્યો ભોગ
Gujarat Politics:ભાજપના ત્રણ નેતાના પુત્રોની રાજનિતીમાં વધી સક્રિયતા
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું
કેશોદ-બાલાગામ રોડ પર ભીષણ અકસ્માત, વાહનમાં આગ લાગતાં 3 લોકો જીવતા સળગ્યાં
ભુજથી ખાવડા હાઈવે ફરી વખત બન્યો રક્તરંજિત, પરિવારના 7 સભ્યોના કરુણ મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રીઓને જંગલમાં ન જવાની અપીલ
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રીઓને જંગલમાં ન જવાની અપીલ
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Rajendra Shukla: ‘ગઝલસંહિતા’ના સર્જક રાજેન્દ્ર શુક્લનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર
Rajendra Shukla: ‘ગઝલસંહિતા’ના સર્જક રાજેન્દ્ર શુક્લનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર
Embed widget