શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IND vs NZ: ભારતનો 178 રનથી વિજય, PAKને પછાડી ટીમ ઇન્ડિયા ટેસ્ટમાં બની નંબર વન
કોલકત્તાઃ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતનો 179 રને વિજય થયો હતો. ભારતે ન્યૂઝિલેન્ડનને બીજી ઇનિંગમાં 197 રને ઓલઆઉટ કરી ટેસ્ટમાં નંબર વન ટીમ બની હતી. ભારતે પાકિસ્તાનને પછાડી ટેસ્ટમાં નંબર વનનું સ્થાન હાંસલ કર્યુ હતું. આ વિજય સાથે ભારતે ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. ભારત તરફથી અશ્વિન-જાડેજા અને શમીએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. ન્યૂઝિલેન્ડ તરફથી સૌથી વધુ રન લાથમે (74) બનાવ્યા હતા. લાથમ સિવાય કોઇ પણ બેટ્સમેન ભારતીય સ્પીનરો સામે ટકી શક્યો નહોતો.
આ અગાઉ ભારત બીજી ઇનિંગમાં 263 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. 376 રનનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝિલેન્ડની ટીમે બીજી ઇનિંગમાં છ વિકેટ ગુમાવી 160 રન બનાવી લીધા છે. લ્યુક રોન્ચી 19 અને મેટ હેનરી 0 રન પર રમતમાં છે. ભારત તરફથી આર અશ્વિને 3, મોહમ્મદ શમીએ 2 અને જાડેજાએ એક વિકેટ ઝડપી હતી.
લંચ સુધીમાં વિકેટ માટે ઝઝૂમી રહેલી ટીમ ઇન્ડિયાને અશ્વિને પ્રથમ સફળતા અપાવી હતી. માર્ટિન ગુપ્ટિલ 24 રને પેવેલિયન ભેગો થઇ ગયો હતો. બાદમાં નિકોલસ (24) રોસ ટેલર (4) સેટનર (9) સસ્તામાં આઉટ થતાં ભારતના વિજય તરફ અગ્રેસર રહ્યુ હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion