પંડ્યાએ સૌ પ્રથમ વખત 4, જૂન 2017ના રોજ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાના ઇમામ વસીમની ઓવરમાં આ કારનામું કર્યું હતું. જે બાદ ફરી તેણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં 18 જૂન, 2017ના રોજ પાકિસ્તાન સામે શાદાબ ખાનની ઓવરમાં સતત છગ્ગા ફટકાર્યા હતા.
2/4
વેલિંગ્ટનઃ ભારતે ન્યૂઝિલેન્ડ સામે વેલિંગ્ટનમાં રમાયેલી પાંચમી અને અંતિમ વન ડેમાં 35 રને વિજય મેળવવાની સાથે સીરિઝ પર 4-1થી કબજો કર્યો હતો. 52 વર્ષના ઇતિહાસમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ન્યૂઝિલેન્ડમાં 4-1થી સીરિઝ જીતવામાં સફળ રહ્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 252 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી અંબાતી રાયડૂએ સર્વાધિક 90 રન બનાવ્યા હતા.
3/4
આ પછી તેણે ટેસ્ટમાં શ્રીલંકાના પુષ્પકુમારાની ઓવરમાં 13 ઓગસ્ટ, 2017ના રોજ ત્રણ બોલમાં ત્રણ સિક્સ મારી હતી. 17 સપ્ટેમ્બર, 2017માં ઓસ્ટ્રેલિયા સામેની વન ડેમાં તેણે એડમ ઝાંપાની ઓવરમાં પણ સળંગ ત્રણ બોલમાં તોતિંગ છગ્ગા ફટકાર્યા હતા.
4/4
હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવરોમાં ધમાકેદાર બેટિંગ કરતા 22 બોલમાં 45 રનની ઈનિંગ રમી હતી. જેમાં તેણે પાંચ સિક્સર અને ત્રણ ફોર ફટકારી હતી. જેમાં તેણે એક જ ઓવરમાં સતત ત્રણ સિક્સ મારી હતી. ઈન્ટરનેશલ ક્રિકેટરમાં પંડ્યાએ પાંચમી વખત આવું કારનામું કર્યું હતું.