શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના કંગાળ ફોર્મમાં એક વાત છે સામાન્ય, જાણીને થશે આશ્ચર્ય
ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં કોહલી એક પણ સદી ફટકારી શક્યો નહોતો. ટેસ્ટ સીરિઝમાં 4 ઈનિંગમાં માત્ર 38 રન જ બનાવ્યા હતા
નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં ભારતે ત્રણ વિકેટના નુકસાન પર 51 રન બનાવી લીધા છે. કોહલી બીજી ઈનિંગમાં પણ નિષ્ફળ રહ્યો હતો અને 14 રન બનાવી એલબીડબલ્યુ આઉટ થયો હતો.
ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં કોહલી એક પણ સદી ફટકારી શક્યો નહોતો. ટેસ્ટ સીરિઝમાં 4 ઈનિંગમાં માત્ર 38 રન જ બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડની સામેની પ્રથમ ટેસ્ટમાં કોહલીએ પ્રથમ ઈનિંગમાં 2 અને બીજી ઈનિંગમાં 19 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 3 અને બીજી ઈનિંગમાં 14 રન બનાવ્યા હતા. કોહલીની આ સીરિઝમાં સરેરાશ 9.50ની રહી હતી. જે તેના કરિયરની ટેસ્ટમાં વિદેશમાં રમતી વખતે બે કે તેથી વધુ ટેસ્ટની સીરિઝમાં સૌથી ઓછી એવરેજ છે. કોહલી તેની કરિયરમાં ત્રણ વખત લાંબા સમય સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી.
આ પહેલા કોહલી 2011માં ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર સુધી એકપણ સદી ફટકારી શક્યો નહોતો. જે બાદ 2014માં ફેબ્રુઆરીથી ઓક્ટોબર સુધી પણ એકપણ આંતરરાષ્ટ્રીય સદી મારી શક્યો નહોતો. જે બાદ ડિસેમ્બર 2019થી 1 માર્ચ 2020 સુધી પણ તે સદી ફટકારી શક્યો નથી. કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબા સમય સુધી સદીથી વંચિત રહ્યો હોય તેમાં એક વાત સામાન્ય છે. કોહલીના કંગાળ ફોર્મમાં ત્રણેય વખત ફેબ્રુઆરી મહિનો જ કોમન રહ્યો છે.Colin de Grandhomme has trapped Virat Kohli in front! The medium-pacer gets it to seam in and there's not much Kohli can do about it. He finishes with just 38 runs from the Test series.#NZvIND pic.twitter.com/pwuIhpQl7o
— ICC (@ICC) March 1, 2020
કોહલીની ટેસ્ટમાં સૌથી ઓછી સરેરાશ 2017માં ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે રમતી વખતે છે. તેણે ટેસ્ટ સીરિઝમાં 9.20ની સરેરાશથી રન બનાવ્યા હતા. 2014માં ઈંગ્લેન્ડ પ્રવાસમાં કોહલીએ 13.40ની સરેરાશથી, 2011માં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં 15.20ની સરેરાશથી રન બનાવ્યા હતા.
આજથી બદલાઈ ગયા આ નિયમો, જાણો તમારા પર શું પડશે અસર
ભારતમાં થયેલા ભવ્ય સ્વાગતથી ડોનાલ્ડ ટ્રમ્પ થયા ગદગદિત, અમેરિકાની સભામાં PM મોદીને લઈ આ કહી મોટી વાત
1 એપ્રિલથી મોંઘા થઈ જશે વોડાફોન આઈડિયાના પ્લાન, ગ્રાહકોને લાગશે મોટો ઝટકો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion