શોધખોળ કરો
Advertisement
IND vs SA: આજે બીજી T20, આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટી20 સીરિઝની પહેલી ટી20 મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી. આજે ભારત અને સાઉથ આફ્રિકા સામે બીજી ટી20 મેચ મોહાલીના મેદાનમાં રમાવવાની છે.
મોહાલીઃ ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટી20 સીરિઝની પહેલી ટી20 મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી. આજે ભારત અને સાઉથ આફ્રિકા સામે બીજી ટી20 મેચ મોહાલીના મેદાનમાં રમાવવાની છે. સાંજે 7 કલાકથી મેચનો પ્રારંભ થશે.
જોકે, આ મેચમાં પણ બન્ને ટીમોને વરસાદનો ડર સતાવી રહ્યો છે. મોહાલીના આઇએસ બિન્દ્રા પીસીએ સ્ટેડિયમમાં પીચને રનોથી ભરપૂર બતાવવામાં આવી રહી છે, એટલ કે બેટ્સમેનોને મદદ કરી શકે છે. આ પીચ હંમેશા હાઇ સ્કૉરિંગ મેચને અંજામ આપે છે. જોકે, આજની પીચ બેટ્સમેનો અને બૉલરો બન્નેને મદદરૂપ થઇ શકે છે.
બીસીસીઆઇ પીચો અને મેદાનોના ચેરમેન રહી ચૂકેલા દલજીત સિંહ 1990માં સ્ટેડિયમના ક્યૂરેટર પણ રહ્યાં છે. તેમના અનુસાર અહીંની પીચ બૉલર ફ્રેન્ડલી હતી, પણ હવે આ બેટ્સમેનોને અનુકુળ થઇ ગઇ છે. ઓપનરમાં શિખર ધવનને સ્થાન મળે તેમ લાગતું નથી. ટી20માં ધવનનો સ્ટ્રાઇક રેટ ઓછો હોવાથી તેના સ્થાને રાહુલને સ્થાન મળી શકે છે.
આજની ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઈલેવનઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, દીપક ચહર, નવદીપ સૈની
કેબિનેટે લીધા બે મોટા ફેંસલાઃ રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ, ઈ-સિગરેટ પર બેન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion