શોધખોળ કરો
દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીતના આ રહ્યા હીરો, જાણો વિગતે
1/5

રવિન્દ્ર જાડેજાઃ સ્પિન ઓલરાઉન્ડરે મેચમાં બેટિંગ અને બોલિંગમાં કૌશલ્ય બતાવ્યું હતું. પ્રથમ ઈનિંગમાં તેણે અણનમ 30 રન બનાવવાની સાથે 2 વિકેટ લીધી હતી. જેમાં તેણે સાઉથ આફ્રિકાના ટોપ સ્કોરર ડીન એલગરને 160 રને આઉટ કર્યો હતો. જ્યારે બીજી ઈનિંગમાં 40 રન બનાવવાની સાથે 87 રનમાં 4 વિકેટ લીધી હતી.
2/5

વિશાખાપટ્ટનમઃ ભારતે ત્રણ ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટમાં વિશખાપટ્ટનમ ખાતે દક્ષિણ આફ્રિકાને 203 રને હરાવ્યું હતું. આ સાથે ભારતે 1-0ની લીડ મેળવી લીધી છે. ચોથા દાવમાં 395 રનનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકા 191 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારત માટે મોહમ્મદ શમીએ 5, રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ, મોહમ્મદ શમીએ 3 વિકેટ અને રવિચંદ્રન અશ્વિને 1 વિકેટ લીધી હતી. સીરિઝની બીજી મેચ 10 ઓક્ટોબરના રોજ પુણેમાં રમાશે. ભારતની પ્રથમ ઈનિંગમાં અશ્વિને 7 વિકેટ લીધી હતી, જ્યારે બીજી ઈનિંગમાં પૂજારાએ મહત્વપૂર્ણ 81 રનની ઈનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયાની જીતમાં આ ખેલાડીઓનો મુખ્ય ફાળો રહ્યો હતો.
Published at : 06 Oct 2019 03:23 PM (IST)
View More




















