શોધખોળ કરો
Advertisement
IND vs SA 1st Test: વિશાખાપટ્ટનમમાં ધોળા દિવસે અંધારુ, ભારે વરસાદ બાદ પહેલા દિવસની રમત રદ્દ
ભારતીય કેપ્ટન કોહલીએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત તરફથી રોહિત શર્મા અને મયંક અગ્રવાલ ઇનિંગની શરૂઆત કરી હતી
વિશાખાપટ્ટનમઃ ટેસ્ટ ઓપનિંગ ડેબ્યૂમાં હિટમેન રોહિત શર્માએ સદી ફટકારી છે, આ ઓપનર તરીકે પહેલી અને ટેસ્ટમાં ચોથી સદી છે. મંયક અગ્રવાલ સાથે ઓપનિંગ કરવા ઉતરેલા રોહિત શર્માએ શાનદાર ઇનિંગ રમતા 54મી ઓવરના છેલ્લા બૉલે સિંગલ લઇને સદી પુરી કરી હતી. રોહિતે 154 બૉલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી સેન્ચૂરી પુરી કરી હતી.
ટી બ્રેક સુધીમાં ભારતીય ટીમે વિના વિકેટે 202 રન (59.1 ઓવર) બનાવી લીધા હતા. આ સમયે રોહિત શર્મા 115 રન (174 બૉલ) અને મયંક અગ્રવાલ 84 રન (183 બૉલ) બનાવીને રમતમાં હતા.
60મી ઓવરમાં એમ્પાયરો વચ્ચે વાતચીત થઇ, સ્ટેડિયમમાં ઓછા પ્રકાશના કારણે લાઇટ્સ પણ ઓન થઇ ગઇ હતી. જોકે, ખરાબ હવામાનના કારણે પહેલા દિવસની રમત આગળ વધારી શકાય તેવી શક્યતા નહીંવત હતી, જેના કારણે છેલ્લા સેશનની રમતને રદ્દ કરવામાં આવી હતી. ભારે વરસાદ અને ખરાબ હવામાના કારણે વિશાખાપટ્ટનમ સ્ટેડિયમમાં ધોળે દિવસે અંધારા જેવી સ્થિતિ થઇ ગઇ હતી.
રોહિત શર્માએ ઓપનિંગ ડેબ્યૂમાં ચોગ્ગો ફટકારીને પોતાની ફિફ્ટી પુરી કરી હતી, સામે મયંક અગ્રવાલ પણ 39 રને રમતમાં હતો. ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર શરૂઆત કરી, ઓપનિંગમાં આવેલા રોહિત શર્મા અને મયંક અગ્રવાલે દમદાર બેટિંગ કરતાં લંચ સુધી વિના વિકેટે 91 રન બનાવી લીધા હતા. ભારતીય ટીમ આજથી સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સીરીઝ રમવા મેદાને ઉતરી છે, વિશાખાપટ્ટનમમાં રમાઇ રહેલી મેચમાં ટૉસ જીતીને ટીમ ઇન્ડિયાને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝ રમાવાનાની છે. ખાસ વાત છે કે, ભારતીય ટેસ્ટ ટીમમાં લાંબા સમય બાદ વિકેટકીપર અને અનુભવી બેટ્સમેન રિદ્ધિમાન સાહાની વાપસી થઇ છે. સાહાને કોહલીએ પંતની જગ્યાએ ટીમમાં સમાવ્યો છે. સાહાએ તાજેતરમાં જ ઇન્ડિયા એ માટે સાઉથ આફ્રિકા એ વિરુદ્ધ શાનદાર અર્ધશતક ફટકાર્યુ હતુ. ઉપરાંત તેને ઘરેલુ સ્તરમાં પણ સતત શાનદાર પ્રદર્શન કર્યુ છે. બીજીબાજુ પંત વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ દરમિયાન કંઇક ખાસ પ્રદર્શન ન હતો કરી શક્યો. પણ તે પહેલાની સીરીઝમાં તેને રન બનાવી ચૂક્યો છે. બીજીતરફ ટેસ્ટ ઓપનર તરીકે રોહિત શર્માને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ પહેલા કેએલ રાહુલ સતત ઓપનર તરીકે ફેલ થતાં રોહિત શર્માને ચાન્સ આપવામાં આવ્યો છે. પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયા.... વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યે રહાણે (ઉપ-કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), ઇશાંત શર્મા, મોહમ્મદ શમી.????????@ImRo45 #INDvSA pic.twitter.com/BsqCeWdTQm
— BCCI (@BCCI) October 2, 2019
#TeamIndia win the toss & will bat first #INDvSA @Paytm ???????????????? Here's the Playing XI of both sides pic.twitter.com/2rltwq2Jj2
— BCCI (@BCCI) October 2, 2019
સાઉથ આફ્રિકન ટીમ..... એઇડન માર્કરમ, ડીન એલ્ગર, થેઓનીસ ડી બ્રૂયન, ટીમ્બા બવુમા, ફાક ડૂ પ્લેસીસ (કેપ્ટન), ક્વિન્ટૉન ડી કૉક (વિકેટકીપર), વેર્નોન ફિલાન્ડર, સેનોરન મુથુસામી, કેશવ મહારાજ, ડેને પીએડટી, કગિસો રબાડા.#TeamIndia for 1st Test of @Paytm Freedom Series for Gandhi-Mandela Trophy against South Africa.
Virat Kohli (Capt), Ajinkya Rahane (vc), Rohit Sharma, Mayank Agarwal, Cheteshwar Pujara, Hanuma Vihari, R Ashwin, R Jadeja, Wriddhiman Saha (wk), Ishant Sharma, Md Shami#INDvSA — BCCI (@BCCI) October 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement