શોધખોળ કરો
Advertisement
ભારત વિરૂદ્ધ T20 અને ટેસ્ટ ટીમની સાઉથ આફ્રિકાએ કરી જાહેરાત, જાણો ક્યા દિગ્ગજ ક્રિકેટરને ન મળ્યું સ્થાન
મીડિયા રિપોર્ટ મુજબ ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ કહ્યું કે એડન માર્કરમ, થ્યુનિસ ડી બ્રૂન અને લુંગી એનગિડીના નામો પર ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝને લઈને ચર્ચા નથી થઈ જેથી તે ટેસ્ટ સિરીઝ માટે સારી રીતે તૈયારી કરી શકે.
નવી દિલ્હીઃ ભારત વિરૂદ્ધ આગામી ટી20 ઇન્ટરનેશનલ સિરીઝ માટે સાઉથ આફ્રિકાએ ક્વિન્ટન ડી કોકને ટીમના કેપ્ટન બનાવ્યા છે. ફાફ ડુ પ્લેસિસ ટી20 ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યા જોકે ત્યાર બાદ રમાનારી ટેસ્ટ સિરીઝ માટે તેને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. રાસી વેન ડર ડુસાનને ટી20 ઇન્ટરનેશનલ ટીમના અને તેંબા બાવુમાને ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ કહ્યું કે એડન માર્કરમ, થ્યુનિસ ડી બ્રૂન અને લુંગી એનગિડીના નામો પર ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝને લઈને ચર્ચા નથી થઈ જેથી તે ટેસ્ટ સિરીઝ માટે સારી રીતે તૈયારી કરી શકે. આ બન્ને દક્ષિણ આફ્રિકા A તરફથી ભારત A વિરુદ્ધ ચાર દિવસીય મેચમાં ભાગ લેશે. નોંધનીય છે કે, પ્રથમ ટી20 મેચ 15 સપ્ટેમ્બરના રોજ ધર્મશાળામાં રમાશે. ત્યાર બાદ 2 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમ ખાતે ટેસ્ટ સિરીઝની શરૂઆત થશે.
સાઉથ આફ્રિકાની ટેસ્ટ ટીમ : ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), તેમ્બા બાવુમા, થેઉનિસ ડે બ્રૂયન, ક્વિન્ટન ડી કોક, ડીન એલ્ગર, જુબાયર હમજા, કેશન મહારાજ, એડન માર્કરામ, સેનુરન મુથુસ્વામી, લુંગી એનગિડી, એનરિત નોર્ત્જે, વર્નેન ફિલેન્ડર, જેન પીડટ, કાગિસો રબાડા, રૂડી સેકેન્ડ.
દક્ષિણ આફ્રિકાની ટી20 આંતરરાષ્ટ્રીય ટીમ: ક્વિન્ટન ડી કોક(કેપ્ટન), રાસી વેન ડર ડુસાન(વાઇસ કેપ્ટન), તેંબા બાવુમા, જૂનિયર ડાલા, જોન ફોર્ચ્યુન, બૂરન હેંડરિક્સ, ડેવિડ મિલર, એનરિચ નોર્ત્જે, એન્ડિલે ફેહલુકવાયો, ડ્વેન પ્રિટોરિયસ, કાગિસો રબાડા, તબરેજ શમ્સી, જોન-જોન સ્મટ્સ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion