શોધખોળ કરો
Advertisement
સાઉથ આફ્રિકા સામે ઓપનર તરીકે ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો રોહિત
રોહિતે મયંક અગ્રવાલ સાથે પ્રથમ વાર ટેસ્ટમાં ઓપનિંગ કર્યું હતું. આ ઇનિંગમાં તે બીજા જ બોલનો સામનો કરી રહ્યો હતો ત્યારે ઝડપી બોલર વર્નાન ફિલેન્ડરનો શિકાર બન્યો હતો
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા વિરુદ્ધ અહી ચાલી રહેલા અભ્યાસ મેચમાં ભારતીય બોર્ડ અધ્યક્ષ ઇલેવન તરફથી એક ઓપનિંગ બેટ્સમેન તરીકે રમી રહેલ રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વિના આઉટ થઇ ગયા હતા. ત્રણ દિવસની અભ્યાસ મેચના અંતિમ દિવસમાં શનિવારે રોહિત ફક્ત બે બોલ રમી શક્યો હતો. રોહિતે મયંક અગ્રવાલ સાથે પ્રથમ વાર ટેસ્ટમાં ઓપનિંગ કર્યું હતું. આ ઇનિંગમાં તે બીજા જ બોલનો સામનો કરી રહ્યો હતો ત્યારે ઝડપી બોલર વર્નાન ફિલેન્ડરનો શિકાર બન્યો હતો. વિકેટકીપર હેનરિક ક્લાસેને રોહિત શર્માનો કેચ ઝડપ્યો હતો.
ભારત તરફથી વન-ડેમાં ઓપનિગ બેટ્સમેનની ભૂમિકા નિભાવનાર રોહિત ટેસ્ટ ક્રિકેટમાં મધ્યમક્રમમાં જ રમ્યો છે. પરંતુ લોકેશ રાહુલના ખરાબ પ્રદર્શનને કારણે ટીમ મેનેજમેન્ટે બે ઓક્ટોબરના રોજ સાઉથ આફ્રિકા સામે શરૂ થઇ રહેલી ટેસ્ટ સીરિઝમાં રોહિતને એક ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે.
રોહિતે અત્યાર સુધીમાં ભારત તરફથી 27 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેમણે કુલ 1585 રન બનાવ્યા છે. જેમાં ત્રણ સદી અને 10 અડધી સદી સામેલ છે. ભારત બે ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચની સીરિઝની શરૂઆત કરશે. અહીં પોતાના ટેસ્ટ કરિયરમાં પ્રથમવાર રોહિત શર્મા ઓપનિંગ કરશે. આ અગાઉ પ્રેક્ટિસ મેચમાં તેમની પાસે સારા પ્રદર્શનની આશા હતી પરંતુ તે ખાતુ ખોલાવી શક્યો નહોતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion