શોધખોળ કરો
Advertisement
VIDEO: ચાલુ મેચમાં મેદાનમાં કૂતરાએ મચાવી ધમાલ, વિન્ડીઝનો ખેલાડી પકડવા ગયો તો.....
ગ્રાઉન્ડ સ્ટાફને કૂતરાને ભગાડવા માટે ઘણી મથામણ કરવી પડી હતી.
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે ચેન્નઈમાં રમાયેલ પ્રથમ વનડે મેચ દરમિયાન ચાલુ મેચમાં એક તુરતું આવી ગયું જેને જોઈને બધા હેરાન રહી ગયા હતા.
ભારતીય ઇનિંગ દરમિયાન 26મી ઓવર બાદ અચાનક મેદાનમાં કૂતરું ઘુસ આવ્યું હતું. ઘણાં સમય સુધી તે મેદાન પર ભાગતું રહ્યું, આ કારણે મેચ રોકવી પડી હતી. તે સમયે ક્રીઝ પર શ્રેયસ અય્યર અને રિષભ પંત રમી રહ્યા હતા.
ગ્રાઉન્ડ સ્ટાફને કૂતરાને ભગાડવા માટે ઘણી મથામણ કરવી પડી હતી. જોકે થોડા સમય બાદ કૂતરો મેદાનમાંથી બહાર ચાલ્યો ગયો હતો.#INDvsWESTIND #INDvWI #INDvsWI pic.twitter.com/P58W5BslAj
— Oyspa.com (@oyspa_com) December 15, 2019
આ સમય દરમિયાન, વેસ્ટ ઇન્ડીઝના ફીલ્ડરે પણ તેને હાંકી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે દોડીને બીજી તરફ આગળ નીકળી ગયો. થોડીવાર પછી મેદાનના એક હિસ્સાને પાર કરી બીજા હિસ્સાની બાઉન્ડ્રીને પાર કરી કૂતરો જાતે જ બહાર ગયો હતો.DND#INDvWI pic.twitter.com/3JADfscGyd
— Yadneshkene (@Yadneshkene1) December 15, 2019
આ સમગ્ર ઘટના દરમિયાન મેદાન પર હાજર ખલાડીઓ અને દર્શકો સહિત સૌ કોઈ ચોંકી ગયા હતા. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા જબરદસ્ત ફની કોમેન્ટ પણ કરવામાં આવી છે અને સુરક્ષાને લઈ સવાલ પૂછવામાં આવી રહ્યા છે. આ મેચ વેસ્ટ ઇન્ડિઝે 8 વિકેટથી જીતી હતી.Turning point of the #INDvWI match. pic.twitter.com/lJ3KT2CPFF
— chinmay pattanaik (@Iamchinmay10) December 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement