શોધખોળ કરો

આવતીકાલે વેસ્ટ ઇન્ડિઝ સામે બીજી વન-ડે, આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે ટીમ ઇન્ડિયા

બીજી તરફ ટી-20 સીરિઝ ગુમાવ્યા બાદ વેસ્ટ ઇન્ડિઝની ટીમ વન-ડેમાં વાપસી કરવા માંગશે

નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આવતીકાલે બીજી વન-ડે રમાશે. બંન્ને દેશો વચ્ચેની પ્રથમ વન-ડે વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી. આ વન-ડે પોર્ટ ઓફ સ્પેનના  ક્વીન્સ પાર્ક ઓવલમાં રમાશે. મેચનું લાઇવ પ્રસારણ સાંજે સાત વાગ્યે શરૂ થશે. ભારત પ્રથમ વન-ડે મેચ રદ થયા બાદ વેસ્ટ ઇન્ડિઝ સામે લીડ મેળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે તો બીજી તરફ ટી-20 સીરિઝ ગુમાવ્યા બાદ વેસ્ટ ઇન્ડિઝની ટીમ વન-ડેમાં વાપસી કરવા માંગશે. બીજી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન આ હોઇ શકે છે. ઓપનિંગમાં ટીમ ઇન્ડિયા રોહિત શર્મા અને શિખર ધવન પર આધાર રાખશે. રોહિત શર્મા હાલમાં શાનદાર ફોર્મમાં છે. ધવન પણ ટી-20 સીરિઝમાં કાંઇ ખાસ કરી શક્યો નહોતો જેને કારણે તે ફોર્મ હાંસલ કરવાનો પ્રયાસ કરશે. ત્રીજા નંબર કેપ્ટન કોહલી મેદાન પર ઉતરી શકે છે. વિરાટ કોહલી વન-ડેમાં પોતાનું ફોર્મ ચાલુ રાખશે. ચોથા ક્રમ પર પ્રથમ વન-ડેમાં શ્રેયસ ઐય્યરનો સમાવેશ કરાયો હતો. બીજી વન-ડેમાં પણ તેને તક આપવામાં આવી શકે છે. ઐય્યર ટીમ ઇન્ડ઼િયાની ચોથા ક્રમની સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરશે. પાંચમા ક્રમ પર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત મેદાન પર આવી શકે છે. તેણે ટી-20માં સારુ પ્રદર્શન કર્યુ હતું. તે વન-ડેમાં પણ મોટી ઇનિંગ રમવા માંગશે. કેદાર જાધવ વર્લ્ડકપમાં સારુ પ્રદર્શન કરી શક્યો નહોતો. બીજી વન-ડેમાં તેને તક આપવામાં આવી શકે છે. જાડેજાને પ્લેઇનિંગ ઇલેવનમાં રાખવમાં આવે તેવી સંભાવના વધુ છે. જાડેજા મેદાન પર સારો ફિલ્ડર અને બોલર છે. તે જરૂર પડે તે આક્રમક ઇનિંગ પણ રમી શકે છે.બોલિંગમાં ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, ખલીલ અહેમદને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. ખલીલ પાસે સ્પીડ અને સ્વિંગ બંન્ને છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 

KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 

KKR vs SRH IPL 2026 Highlights: હૈદરાબાદની 65 રનથી મોટી જીત, કોલકાતાની ટીમ 161 રનમાં ઓલઆઉટ

ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ નિકળ્યો 21 વર્ષનો બેટ્સમેન, રોહિત શર્માને છોડ્યો પાછળ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફરી એકવાર માવઠાનો માર
Hun To Bolish : હું તો બોલીશ : આજ કા નેતા
Hun To Bolish : હું તો બોલીશ : હવે થશે નકલી પનીરનો પર્દાફાશ
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Ambalal Patel Prediction : 48 કલાકમાં આવશે ગુજરાતના વાતાવરણમાં પલટો , અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 
અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 
Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?
Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?
ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ નિકળ્યો 21 વર્ષનો બેટ્સમેન, રોહિત શર્માને છોડ્યો પાછળ 
ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ નિકળ્યો 21 વર્ષનો બેટ્સમેન, રોહિત શર્માને છોડ્યો પાછળ 
રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની પહેલી પોસ્ટ: આ ઇમોજી સાથે શેર કર્યો વીડિયો

Embed widget