શોધખોળ કરો
Advertisement
જસપ્રીત બુમરાહ લાવ્યો વધુ એક નવી ટેકનીક, પહેલાથી જ થરથરતા બેટ્સમેનોને સામનો કરવામાં પડશે મુશ્કેલી
વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ શાનદાર બોલિંગના કારણે બુમરાહ આઈસીસી ટેસ્ટ બોલિંગ રેકિંગમાં 16માં સ્થાનેથી હનુમાન કૂદકો મારીને 7માં નંબરે પહોંચી ગયો છે.
નવી દિલ્હીઃ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રતી બુમરાહના બોલથી વિશ્વભરના બેટ્સમેનો થરથરી રહ્યા છે. વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસના પ્રથમ ટેસ્ટમાં બુમરાહે એક નવું હથિયાર વિકસિત કર્યું છે. આ હથિયારના જોરે ભારતીય ફાસ્ટ બોલરે મેજબાન ટીમના બેટિંગ લાઈન તોડી નાખી હતી. મેજબાન ટીમના બેટ્સમેનો બુમરાહની આઉટસ્વિંગ બોલને બિલકુલ રમી શકતા ન હતા.
વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ શાનદાર બોલિંગના કારણે બુમરાહ આઈસીસી ટેસ્ટ બોલિંગ રેકિંગમાં 16માં સ્થાનેથી હનુમાન કૂદકો મારીને 7માં નંબરે પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે એન્ટીગુઆમાં વેસ્ટઈન્ડીઝ સામે રમાયેલ ટેસ્ટ મેચમાં બુમરાહે શાનદાર બોલિંગ કરી જેમાં 8 ઓવરમાં માત્ર 7 રન આપી 5 વિકેટ ઝડપી હતી. આ 8 ઓવરમાં 3 ઓવર તો મેડન હતા.
ટેસ્ટ મેચ માટે બુમરાહે લેટ આઉટસ્વિંગની કળા શીખી લીધી છે. જેની મદદથી પહેલા ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં બુમરાહે વેસ્ટઈન્ડીઝના 5 બેટ્સમેનોને પેવેલિયનનો માર્ગ દેખાડ્યો હતો. તેની બોલ રાઇટહેન્ડર બેટ્સમેનથી દૂર જાય છે જ્યારે લેફ્ટહેન્ડરની નજીક આવે છે. બુમરાહની આ નવી બોલિંગ ટેકનીકથી પૂર્વ ઝડપી બોલર આશીષ નેહરા પણ ઘણો પ્રભાવિત થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement