નવી દિલ્હીઃ વેસ્ટઇન્ડીઝની ટીમ બે ટેસ્ટ મેચ, પાંચ વનડે અને ત્રણ ટી20 મેચની સીરીઝ રમવા માટે ભારતના પ્રવાસે છે. જોકે કેરેબિયન ટીમની શરૂઆત કંઈ ખાસ ન રહી અને રાજકોટમાં તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો અને હવે તેની નજર હૈદ્રાબાદ ટેસ્ટ પર છે, જે જીતીને તે ટેસ્ટ સીરીઝ 1-1થી બરાબર કરવા માગશે. તેના માટે કેરેબિયન ટીમ હૈદ્રાબાદ પહોંચી ચૂકી છે અને આ દરમિયાન ટીમના લેગ સ્પિનર દેવેન્દ્ર બિશૂની હોટલમાં રૂમ પસંદ કરવાની રીત જોઈને બધા ચોંકી ગયા હતા.
2/3
હોટલમાં રૂમ લેતા પહેલા બિશૂ તપાસ કરે છે કે તેના નાના મંદિરને લગાવવા માટે સૂર્ય કઈ દિશા તરફ છે. આટલું જ નહીં ટીમ મોટી રાત્રે પહોંચી પણ વેસ્ટ ઇન્ડીઝ ટીમનો આ સ્ટાર સ્પિનર સૂર્યને જોવા માટે બીજા દિવસે સવારે વહેલો ઉઠી ગયો હતો. આ પછી બિશૂએ રૂમમાં પોતાના મંદિરને વ્યવસ્થિત કર્યું હતું. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, 32 વર્ષના ભારતીય મૂળના આ ખેલાડીએ કહ્યું હતું કે તે પોતાની ટીમના બાકી સાથીઓની સરખામણીએ વહેલા ઉઠી જાય છે. તે મેદાન પર જતા પહેલા સવારે પૂજા કરે છે અને ગાયત્રી મંત્ર સાંભળે છે.
3/3
સાત વર્ષમાં બિશૂ પ્રથમ વખત ભારતના પ્રવાસે આવ્યો છે. તેના માટે આ તક છે કે તે પોતાના પૂર્વજોની ધરતી વિશે વધારે જાણે. બિશૂએ કહ્યું હતું કે રાજકોટ ટેસ્ટ દરમિયાન તેને કેટલીક લિંક મળી હતી અને તેના પંડિતે કહ્યું હતું કે તે લોકો ગુજરાતથી આવ્યા હતા. આ સ્પિનરે ખુલાસો કર્યો હતો કે તે નવરાત્રીમાં મીટથી દૂર રહે છે અને ઉપવાસ રાખે છે. તે કૃષ્ણ જયંતી, હનુમાન જયંતી અને ગુરુવારે પણ ઉપવાસ રાખે છે.