શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IND v WI: વિરાટ કોહલી અને પોલાર્ડે બનાવ્યો અનોખો રેકોર્ડ, જાણીને થશે આશ્ચર્ય
આ મેચ દરમિયાન એક અનોખો સંજોગ સર્જાયો હતો. ભારતનો કેપ્ટન વિરાટ કોહલી અને વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન પોલાર્ડ બંને પહેલા બોલ પર જ આઉટ થયા હતા. બંને ટીમના કેપ્ટન પ્રથમ બોલ પર આઉટ થયા હોય તેવી આ પ્રથમ ઘટના હતી.
વિશાખાપટ્ટનમ : ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ વાઇસ કેપ્ટન રોહિત શર્માના 159 રન અને લોકેશ રાહુલના 102 રનની ઈનિંગ બાદ કુલદીપ યાદવની હેટ્રિક અને શમીની ઘાતક બોલિંગની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડેમાં 107 રને વિજય મેળવ્યો હતો. ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 387 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ 43.3 ઓવરમાં 280 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. હવે ત્રીજી અને અંતિમ વન-ડેમાં 22 ડિસેમ્બરના રોજ રમાશે.
આ મેચ દરમિયાન એક અનોખો સંજોગ સર્જાયો હતો. ભારતનો કેપ્ટન વિરાટ કોહલી અને વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન પોલાર્ડ બંને પહેલા બોલ પર જ આઉટ થયા હતા. બંને ટીમના કેપ્ટન પ્રથમ બોલ પર આઉટ થયા હોય તેવી આ પ્રથમ ઘટના હતી.
આ મેચમાં ભારતીય ઇનિંગ દરમિયાન કેપ્ટન કોહલી ખાતુ ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો. તે પ્રથમ બોલ પર પોલાર્ડના સ્લો બાઉન્સર પર રોસ્ટન ચેઝને કેચ આપી બેઠો હતો. કોહલી પોતાના વન-ડે કરિયરમાં 13 વખત શૂન્ય રન પર આઉટ થયો છે. આ મેચમાં ત્રીજી વખત બન્યું છે જેમાં કોહલી પ્રથમ બોલ પર આઉટ થયો હતો. આ અગાઉ કોહલી ઇગ્લેન્ડ વિરુદ્ધ 23 જાન્યુઆરી 2013માં ધર્મશાળામાં પ્રથમ બોલ પર શૂન્ય રને આઉટ થયો હતો વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની પાંચમી સૌથી મોટી જીતના આ ખેલાડી રહ્યા હીરો, જાણો વિગતFor the first time in ODI cricket both captains have been dismissed for a golden duck.#INDvWI pic.twitter.com/vHbjWr392L
— ICC (@ICC) December 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion