શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ વન ડે, જાણો કેટલા વાગે કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ
વર્લ્ડકપમાં થયેલી ઈજા બાદ શિખર ધવન ઓપનિંગમાં ઉતરશે અને ચાર નંબર પર લોકેશ રાહુલને રમાડવામાં આવે તેવી શક્યતા છે.
નવી દિલ્હીઃ ત્રણ મેચની T20 શ્રેણીમાં યજમાન વેસ્ટ ઈન્ડિઝનો વ્હાઇટ વોશ કર્યા બાદ આજથી ટીમ ઈન્ડિયા કેરેબિયન ટીમ સામે ત્રણ વન ડે મેચની શ્રેણીનો પ્રારંભ કરશે. વન ડેમાં પણ ટીમ ઈન્ડિયા ટી20 શ્રેણીની જેમ શાનદાર દેખાવ કરવા આતુર છે. વર્લ્ડકપમાં થયેલી ઈજા બાદ શિખર ધવન ઓપનિંગમાં ઉતરશે અને ચાર નંબર પર લોકેશ રાહુલને રમાડવામાં આવે તેવી શક્યતા છે.
મેચનું લાઇવ પ્રસારણ સોની નેટવર્ક્સની ચેનલ પરથી જોઈ શકાશે. સોની ટેન 1, સોની ટેન 1 એચડી પરથી ઈંગ્લિશ કોમેન્ટ્રી અને સોની ટેન 3 તથા સોની ટેન 3 એચડી પરથી હિન્દી કોમેન્ટ્રી પ્રસારિત થશે. મેચનું લાઇવ સ્ટ્રીમિંગ સોની લિવ પરથી જોઈ શકાશે.
ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મેચ જોવા માંગતા ક્રિકેટ પ્રેમીઓએ ઉજાગરા કરવાની સ્થિતિ આવશે. વન-ડે મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7 કલાકેથી શરુ થશે. જેથી મેચ પુરી થતા-થતા સવારના બે કે ત્રણ વાગી જશે. જેથી આખી મેચ જોવા માંગતા પ્રશંસકોએ રાત્રે ઉજાગરા કરવા પડશે.
ભારત- વેસ્ટ ઇન્ડિઝનો કાર્યક્રમ
8 ઓગસ્ટ- પ્રથમ વન-ડે - સાંજે 7.00 કલાકે
11 ઓગસ્ટ - બીજી વન-ડે - સાંજે 7.00 કલાકે
14 ઓગસ્ટ - ત્રીજી વન-ડે - સાંજે 7.00 કલાકે
રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી, આ વિસ્તારોમાં અપાયું રેડ એલર્ટ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion