શોધખોળ કરો

IND v WI: કોહલી ટોસ જીતશે તો શું કરશે ? જાણો પ્લેઇંગ ઇલેવનમાં કોને મળી શકે છે તક

કટકમાં ટોસ પણ મહત્વનો રોલ ભજવશે. ટોસ જીતનારી ટીમ પ્રથમ ફિલ્ડિંગ કરવાનું પસંદ કરશે. કારણકે આ મેદાન પર રમાયેલી 18 વન ડેમાંથી 11 વખત રન ચેઝ કરનારી ટીમ વિજેતા બની છે.

કટકઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણીનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો આજે ઓડિશાના કટકમાં રમાશે. બંને ટીમો સીરિઝમાં 1-1ની બરાબરી પર છે. પ્રથમ વન ડેમાં વેસ્ટ ઈન્ડિઝે 8 વિકેટથી જીત મેળવી હતી તો બીજી વન ડેમાં ભારતનો 107 રનથી વિજય થયો હતો. ત્રીજી વન ડે મેચમાં બંને ટીમો સીરિઝ પોતાના નામે કરવાના ઈરાદે મેદાન પર ઉતરશે. ટીમ ઈન્ડિયાની નજર કેરેબિયન ટીમ સામે સતત 10મી દ્વીપક્ષીય વન ડે સીરિઝ જીતવા પર હશે. બીજી વન ડેમાં ઘાયલ થયેલા દીપક ચહરના સ્થાને નવદીપ સૈનીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઈલેવનમાં ફેરફાર થવાનું નક્કી છે. જો નવદીપ સૈની આજની મેચમાં રમશે તો ચાલુ સીરિઝમાં ડેબ્યૂ કરનારો બીજો ભારતીય ખેલાડી પણ બનશે. ટોસ નક્કી કરશે વિજેતા ? કટકમાં ટોસ પણ મહત્વનો રોલ ભજવશે. ટોસ જીતનારી ટીમ પ્રથમ ફિલ્ડિંગ કરવાનું પસંદ કરશે. કારણકે આ મેદાન પર રમાયેલી 18 વન ડેમાંથી 11 વખત રન ચેઝ કરનારી ટીમ વિજેતા બની છે. પ્રથમ બે વન ડેમાં વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન પોલાર્ડ ટોસ જીત્યો હતો અને બંને વખતે તેણે ચેઝ કરવાનું યોગ્ય માન્યું હતું. કટકમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ક્યારેય નથી હાર્યુ ભારત કટકના બારાબતી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ વન ડે રમાઈ છે અને તમામમાં ભારત વિજેતા બન્યું છે. 9 નવેમ્બર, 1994ના રોજ રમાયેલી વન ડેમાં ભારતે વિન્ડિઝને 8 વિકેટથી હાર આપી હતી. 24 જાન્યુઆરી, 2007ના રોજ રમાયેલી એક દિવસીય મેચમાં ટીમ ઈન્ડિયાનો 20 રનથી વિજય થયો હતો. 29મી ડિસેમ્બર, 2011ના રોજ રમાયેલી મેચમાં ભારતનો 1 વિકેટથી વિજય થયો હતો. આજની મેચની સંભવિત ટીમ ઈન્ડિયા ઓપનિંગમાં રોહિત શર્મા અને લોકેશ રાહુલ નિશ્ચિત છે. વન ડાઉનમાં વિરાટ કોહલી, નંબર ચાર પર શ્રેયસ ઐયર, પાંચમા નંબર પર રિષભ પંત, છઠ્ઠા નંબર કેદાર જાધવનું નામ નક્કી છે. સાતમા નંબર પર રવિન્દ્ર જાડેજા, આઠમા નંબર પર કુલદીપ યાદવને તક મળી શકે છે. નવમા નંબર પર નવદીપ સૈની, દસમા ક્રમે શાર્દુલ ઠાકુર અને 11મા નંબર પર મોહમ્મદ શમીને તક મળી શકે છે. કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ કટકના બારામતી સ્ટેડિયમમાં ભારતીય સમય પ્રમાણે મેચ બપોરે 1.30 કલાકે શરૂ થશે. ટોસ 1.00 કલાકે થશે. મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી જોઈ શકાશે. Star Sports 1 અને Star Sports 1 HD પરથી અંગ્રેજીમાં તથા Star Sports 3 અને Star Sports 3 HD પરથી હિન્દીમાં કોમેન્ટ્રી પ્રસારિત થશે. જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ હોટ સ્ટારથી જોઈ શકાશે. કોહલી બન્યો સાન્તાક્લોઝ, બાળકોને ગિફ્ટ આપી કહી આ વાત, જાણો વિગત દિલ્હીઃ CAAના વિરોધ વચ્ચે પીએમ મોદીની આજે રેલી, વિધાનસભા ચૂંટણી પ્રચારના કરશે શ્રીગણેશ કાંકરિયા કાર્નિવલઃ દિગ્ગજ ગુજરાતી કલાકારો મચાવશે ધૂમ, જુઓ કાર્યક્રમ સંપૂર્ણનું લિસ્ટ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની પત્નીને PM મોદીએ આપી આ અનોખી ભેટ
SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ
SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ
હવે LinkedIn એકાઉન્ટ ભાડા પર લેવાના નામ પર Scam! મહિલાને મળી ઓફર
હવે LinkedIn એકાઉન્ટ ભાડા પર લેવાના નામ પર Scam! મહિલાને મળી ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સાયરનની શેખી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : ABCD 'કૌભાંડની સીડી'?Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોતDhoraji Politics: ધોરાજીમાં ચૂંટણી પ્રચારમાં સરકારી ગાડીનો ઉપયોગ? વીડિયો વાયરલ થતા પ્રમુખનો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની પત્નીને PM મોદીએ આપી આ અનોખી ભેટ
SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ
SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ
હવે LinkedIn એકાઉન્ટ ભાડા પર લેવાના નામ પર Scam! મહિલાને મળી ઓફર
હવે LinkedIn એકાઉન્ટ ભાડા પર લેવાના નામ પર Scam! મહિલાને મળી ઓફર
સંસદમાં આજે નવું આવકવેરા બિલ રજૂ થાય તેવી સંભાવના, ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયા બનશે સરળ
સંસદમાં આજે નવું આવકવેરા બિલ રજૂ થાય તેવી સંભાવના, ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયા બનશે સરળ
Kotak Mahindra Bank: હવે કોટક મહિન્દ્રા બેન્ક કરી શકશે આ કામ, RBIએ હટાવ્યો પ્રતિબંધ
Kotak Mahindra Bank: હવે કોટક મહિન્દ્રા બેન્ક કરી શકશે આ કામ, RBIએ હટાવ્યો પ્રતિબંધ
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
Embed widget