શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IND v WI: ટીમ ઈન્ડિયાના આ ધૂરંધર ખેલાડી 7 મહિના બાદ રમશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ, જાણો વિગત
ટેસ્ટ ક્રિકેટના નિષ્ણાત ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે સાત મહિના બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમશે. તેમણે થોડા દિવસ પહેલા વેસ્ટ ઈન્ડિઝ એ સામે શાનદાર પ્રદર્શન કર્યું છે. કેપ્ટન વિરાટ કોહલી બંને બેટ્સમેન પ્રથમ ટેસ્ટમાં પણ આવું જ ફોર્મ જાળવી રાખે તેવી ઈચ્છા રાખશે.
એન્ટીગુઆઃ વેસ્ટ ઈન્ઝ સામે આજે ભારતીય ટીમ ટેસ્ટ રમવા મેદાનમાં ઉતરશે. તેની સાથે જ ભારતનો આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો પ્રારંભ થશે. ભારત અને વિન્ડિઝ વચ્ચેની બે ટેસ્ટની શ્રેણી અંતર્ગતનો સૌપ્રથમ મુકાબલો એન્ટિગાના વિવિયન રિચાર્ડ્સ સ્ટેડિયમ ખાતે રમાશે. હાલમાં આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોચનું સ્થાન ધરાવતી ભારતીય ક્રિકેટ ટીમ વિન્ડિઝ સામે બે ટેસ્ટની શ્રેણી જીતવા માટે હોટફેવરિટ મનાય છે.
ટેસ્ટ ક્રિકેટના નિષ્ણાત ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે સાત મહિના બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમશે. તેમણે થોડા દિવસ પહેલા વેસ્ટ ઈન્ડિઝ એ સામે શાનદાર પ્રદર્શન કર્યું છે. કેપ્ટન વિરાટ કોહલી બંને બેટ્સમેન પ્રથમ ટેસ્ટમાં પણ આવું જ ફોર્મ જાળવી રાખે તેવી ઈચ્છા રાખશે.
રહાણે પર છેલ્લા કેટલાક વર્ષોથી ટેસ્ટ સ્પેશિયાલીસ્ટ તરીકેનો સિક્કો લગાવી દેવામાં આવ્યો છે, જેના કારણે તેને તબક્કાવાર વન ડેમાંથી સાઈડલાઈન કરી દેવાયો છે. રહાણે અને પૂજારા ઓસ્ટ્રેલિયામાં છેલ્લે ટેસ્ટ મેચ રમ્યા હતા. ટીમ ઈન્ડિયાના સીનિયર સ્પિનર અશ્વિનને પણ બહાર રાખીને જાડેજા અને કુલદીપની જોડીને તક આપવાની તૈયારીઓ ચાલી રહી હોવાનો સંકેત મેનેજમેન્ટે આપી દીધો છે. જો અશ્વિન અને ઈશાંત શર્માને તક આપવામાં આવશે તો તે પણ સાત મહિના બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમશે.
ભારતે જાહેર કરેલી ટેસ્ટ ટીમ : કોહલી (કેપ્ટન), અગ્રવાલ, રાહુલ, પુજારા, વિહારી, રહાણે, રોહિત, પંત (વિ.કી.), કુલદીપ, અશ્વિન, જાડેજા, ઈશાંત, શમી, બુમરાહ, ઉમેશ, બી.કુમાર, સહા (વિ.કી.)
આ આલીશાન બંગલામાંથી જ CBI ચિદમ્બરમને ઉઠાવીને લઈ ગઈ, જાણો કેટલી છે કિંમત, જુઓ તસવીરો
IND v WI: આજથી પ્રથમ ટેસ્ટ, ભારતનો આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો થશે પ્રારંભ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion