શોધખોળ કરો
Advertisement
વર્લ્ડ કપ અને ટીમ ઇન્ડિયાને લઈને રાહુલ દ્રવિડે આપ્યું મહત્ત્વનું નિવેદન, કરી આ ભવિષ્યવાણી
વર્લ્ડ કપ માટે ઋષભ પંત અને અંબાતી રાયડૂને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી તે વિશે પુછવામાં આવતા દ્રવિડે કહ્યું કે, “ભારત પાસે આ વર્લ્ડ કપ માટે સારી અને સંતુલિત ટીમ છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડનું માનવું છે કે, ભારતીય ટીમ વિતેલા કેટલાક વર્ષોથી સારું પ્રદર્શન કરી રહી છે. તેમણે સાથે એ પણ કહ્યું કે, ટીમના વર્લ્ડ કપ અભિયાન પર ઓસ્ટ્રેલિયા સામે સીરીઝ હારની કોઈ અસર નહીં થાય.
દ્રવિડે જણાવ્યું કે, “હકીકતમાં ભારતે છેલ્લા 30 મહિનામાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. ઑસ્ટ્રેલિયા સામેની હારનું કારણ સીરીઝની વ્યસ્તતા હોઇ શકે છે. આપણી પાસે વર્લ્ડ કપ માટે એક સંતુલિત ટીમ છે. જો ભારત વર્લ્ડ કપ જીતે છે તો આપણે એ વાતની ચિંતા નહીં કરીએ કે 2-3 અથવા 3-2થી કોણ જીત્યું. આઈસીસી રેન્કિંગ સાબિત કરે છે કે ભારત ત્યાં છે. નંબર વન બનવા માટે વર્લ્ડ કપ જીતવો જોઇએ.”
વર્લ્ડ કપ માટે ઋષભ પંત અને અંબાતી રાયડૂને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી તે વિશે પુછવામાં આવતા દ્રવિડે કહ્યું કે, “ભારત પાસે આ વર્લ્ડ કપ માટે સારી અને સંતુલિત ટીમ છે.
દ્રવિડે સાથે એ પણ માન્યું કે આગામી ટૂર્નામેન્ટમાં હાઈ સ્કૉરિંગ મેચો હશે. તેમણે કહ્યું કે, “આ વર્લ્ડ કપ કદાચ વધારે સ્કોરિંગવાળો રહેશે અને ભારત આ માટે સારી રીતે તૈયાર છે. ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓ હકીકતમાં બદલાઈ ગઈ છે, ખાસ કરીને વન ડે ક્રિકેટમાં. ગત વર્ષે અમે ત્યા A સીરીઝમાં હતા અને ત્યાં હાઈ સ્કૉરિંગ મેચ થઈ હતી. 300 ઉપરનો સ્કૉર સતત પીછો કરી રહ્યો હતો.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion