બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ‘એક એફટીવી દ્રિપક્ષીય સમજૂતીની જેમ છે, પરંતુ કેલેન્ડર નિર્માણમાં આઈસીસી પોતાના અભિપ્રાય આપશે. જે લોકો વિચારે છે કે બીસીસીઆઈ ટેસ્ટ મેચને નજરઅંદાજ કરી રહ્યું છે, તેમના માટે વળતો જવાબ છે કેમ કે ભારત પાંચ વર્ષમાં 50થી વધુ ટેસ્ટ મેચ રમશે.’
2/4
ટેસ્ટમેચ રમવામાં ભારતીય ટીમ બીજા સ્થાને છે, જ્યારે ઈંગ્લેન્ડ 59 ટેસ્ટ સાથે પહેલા નંબરે છે અને ઓસ્ટ્રેલિયા 47 ટેસ્ટ મેચ સાથે ત્રીજા સ્થાન પર છે. વનડે મેચ અને ટી-20 મામલે ભારત વેસ્ટઈન્ડીઝથી આગળ છે.
3/4
ભારતના મેચની સંખ્યા બીજા સ્થાન રહેલ વેસ્ટઇન્ડીઝ (186 મેચ) અને ત્રીજા સ્થાન પર રહેલ ઇંગ્લેન્ડ (175 મેચ) કરતાં વધારે છે.
4/4
નવી દિલ્હીઃ વર્લ્ડ ક્રિકેટમાં સૌથી વધારે કમાણી કરનાર ભારતીય ટીમ એગામી વાંચ વર્ષ (2018-2023)માં જુદા જુદા ફોર્મેટમાં સૌથી વધારે 203 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. આ પાંચ વર્ષના ફ્યૂચર ટૂર પ્રોગ્રામ (એફટીપી)માં ભારતીય ટીમ 51 ટેસ્ટ મેચ, 83 વનડે મેચ અને 69 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાની સંભાવના છે.