શોધખોળ કરો
શિખર ધવનને ટેસ્ટ સિરીઝમાંથી કેમ બહાર કરાયો? જાણો આ રહ્યું મહત્વનું કારણ
1/4

સમાચાર પત્રના સંવાદદાતાએ દાવો કર્યો હતો કે તેને ટીમ ઈન્ડિયાના એક ખેલાડીએ જણાવ્યું હતું કે ઘણા ખેલાડી ટીમમાં અનુષ્કાની હાજરીથી ખુશ નથી, ઘણી વખત તે ટીમ મીટિંગમાં પણ સામેલ થાય છે.
2/4

નવી દિલ્હી: ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં હાર મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા હાલ વેસ્ટઈન્ડિઝ સામે ટેસ્ટ સીરિઝ રમી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે કે ટીમ ઈન્ડિયામાં બધુ ઠીક નથી ચાલી રહ્યું, ક્યારેક કોચ-કેપ્ટનનો વિવાદ, કેપ્ટનશીપને લઈને વિવાદ અને હવે ટીમમાં પસંદગીને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. એક રિપોર્ટ્સ મુજબ, ટીમના ઘણા સીનિયર ખેલાડીઓ કેપ્ટન વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટથી ખુશ નથી. રોહિત શર્માનું ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર વિરાટ કોહલીને અનફોલો કરવાનું અને હવે શિખર ધવનનું ટીમમાંથી બહાર થવું આ મુદ્દાઓને વધારે ભાર આપે છે.
Published at : 05 Oct 2018 05:18 PM (IST)
View More





















