શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ કર્યા લગ્ન, રિસેપ્શનમાં પહોંચી વિરાટ એન્ડ કંપની
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલ લગ્નના બંધનમાં બંધાઇ ગયો છે. સિદ્ધાર્થે 9 માર્ચ, શુક્રવારે પોતાની ગર્લફ્રેન્ડ હરસિમરન કૌર સાથે લગ્ન કરી લીધાં હતા. ત્યારે પંજાબના આ ક્રિકેટરને લગ્નની શુભેચ્છા આપવા ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ રિસેપ્શનમાં પહોંચ્યા હતા.
સિદ્ધાર્થ કૌલે ગત વર્ષે આઈપીએલ પહેલા સગાઈ કરી હતી જ્યારે તેના એક વર્ષ બાદ આઈપીએલ પહેલા બન્નેએ લગ્ન કરી લીધાં છે.
વાંચો: આકાશ અંબાણી-શ્લોકા મહેતાના લગ્નમાં સચિન સહિત ક્યા ક્રિકેટરો રહ્યા હાજર, જુઓ તસવીરો
વાંચો: આર્મી કેપ પહેરીને રમવા બદલ પાકિસ્તાનના મંત્રીએ BCCIને આપી દીધી ખુલ્લી ધમકી
જીરકપુરમાં થયેલા આ રિસેપ્શનમાં આખી ભારતીય ક્રિકેટ ટીમ પહોંચી હતી. જેની એક તસ્વીર પણ સિદ્ધાર્થે સોશિયલ મીડિયા પર શેર કરી છે.
સિદ્ધાર્થ કોલ ટી20 ક્રિકેટનો એક ખાસ બોલર છે. તે આઈપીએલમાં સનરાઇઝર્સ માટે રમે છે. સિદ્ધાર્થે અત્યાર સુધી 38 મેચ રમી છે. જેમાં 43 વિકેટ લીધી છે. સિદ્ધાર્થ કૌલ ભારત તરફથી ઓસ્ટ્રેલિયા પ્રવાસે પણ ગયો હતો ત્યાં તેમણે બે વનડે મેચ રમી હતી. જો કે બાદમાં તેને ટીમમાં સ્થાન મળ્યું નથી. આકાશ અંબાણી-શ્લોકા મહેતાના શાહી લગ્નમાં સેલિબ્રિટી-રાજકીય હસ્તીઓનો જમાવડો, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement