Asian Games 2023: ભારતે જીત્યો 18મો ગોલ્ડ, રિલે રેસમાં પુરુષ ટીમે કરી કમાલ
Asian Games 2023: ભારતને પુરુષોની 4x400 મીટર રિલે રેસમાં ગોલ્ડ જીત્યો છે. મુહમ્મદ અનસ, અમોજ, મુહમ્મદ અજમલ અને રાજેશે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. અત્યાર સુધીમાં ભારતે 18 ગોલ્ડ મેડલ જીત્યા છે.
Asian Games 2023: ભારતને પુરુષોની 4x400 મીટર રિલે રેસમાં ગોલ્ડ જીત્યો છે. મુહમ્મદ અનસ, અમોજ, મુહમ્મદ અજમલ અને રાજેશે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. અત્યાર સુધીમાં ભારતે 18 ગોલ્ડ મેડલ જીત્યા છે. આ સાથે કુલ મેડલની સંખ્યા 81 પર પહોંચી ગઈ છે. આ પહેલા આજે ભારતના ગોલ્ડન બોય નિરજ ચોપરાએ પણ ભાલા ફેંકમાં દેશમાં ગોલ્ડ અપાવ્યો હતો.
GOOOOLD medal in Men's 4X400m Relay 🔥
— India_AllSports (@India_AllSports) October 4, 2023
Quartet of Anas, Amoj Ajmal & Rajesh win Gold medal #AGwithIAS | #IndiaAtAsianGames #AsianGames2022 pic.twitter.com/GLqaaPLWrl
ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ ફરી એકવાર ભાલા ફેંકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ટીમ ઈન્ડિયાને ગોલ્ડ મેડલ અપાવ્યો. ભારતીય દિગ્ગજ ખેલાડી નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ રીતે ભારતના મેડલની સંખ્યા વધીને 78 થઈ ગઈ છે. આ સાથે જ ભારત માટે આ 17મો ગોલ્ડ મેડલ છે. , જેના કિશોરે નીરજ ચોપરા વચ્ચે કાંટાની ટક્કર હતી. એક સમયે નીરજ ચોપરાએ જેના કિશોરથી પાછળ હતા, પરંતુ આ પછી નીરજ ચોપરાએ શાનદાર વાપસી કરી. ખાસ કરીને નીરજ ચોપરાએ ચોથા પ્રયાસમાં 88.88 મીટર થ્રો કર્યો હતો. જેના કિશોરને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ રીતે, ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ બંને ભારતને મળ્યા છે.
India at Asian Games: 12 Medals for India today:
— India_AllSports (@India_AllSports) October 4, 2023
3 🥇 | 5 🥈 | 4 🥉
🥇 Neeraj Chopra | Javelin Throw
🥇 Jyothi Vennam/Ojas Deotale | Archery
🥇 Anas/Amoj, Ajmal/Rajesh | 4X400m Relay
🥈 Lovlina Borgohain | Boxing
🥈 Avinash Sable | 5000m
🥈 Harmilan Bains | 800m
🥈…
72 વર્ષમાં પહેલીવાર જીત્યા 70થી વધુ મેડલો
આ વખતની એશિયન ગેમ્સ 2023 ચીનમાં રમાઇ રહી છે, એશિયન ગેમ્સના 72 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય ટુકડીએ 70થી વધુ મેડલ જીત્યા છે. ચીનના હાંગઝૂમાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2023ના 11મા દિવસે ભારતે 70+ મેડલ જીતવાનો આ રેકોર્ડ બનાવ્યો. આ પહેલા ભારતે 2018માં યોજાયેલી એશિયન ગેમ્સમાં 70 મેડલ જીત્યા હતા. હાલમાં આ વખતે મેડલની સંખ્યા વધુ વધવાની ખાતરી છે કારણ કે એશિયન ગેમ્સમાં હજુ 4 દિવસ બાકી છે.
એશિયન ગેમ્સ 1951થી નિયમિતપણે રમાઈ રહી છે. પ્રથમ વખત આનું આયોજન પણ ભારતમાં થયું હતુ. 72 વર્ષ પહેલા રમાયેલી આ એશિયન ગેમ્સમાં ભારતે 15 ગૉલ્ડ સહિત 51 મેડલ જીત્યા હતા. જોકે આ પછી ભારત 31 વર્ષ સુધી એશિયન ગેમ્સમાં 50 મેડલના આંકડાને સ્પર્શી શક્યું નથી. જ્યારે દિલ્હીને એશિયન ગેમ્સ 1982ના યજમાન અધિકાર મળ્યા ત્યારે ભારતે 57 મેડલ જીત્યા હતા.
એશિયન ગેમ્સના 72 વર્ષના ઈતિહાસમાં અનેકવાર એવું બન્યું છે કે ભારતના મેડલની સંખ્યા 13થી 25ની વચ્ચે હોય. જોકે, છેલ્લી ચાર એશિયન ગેમ્સમાં ભારત સતત 50+ મેડલ જીતી રહ્યું છે. છેલ્લી એશિયન ગેમ્સ (2018)માં ભારતે પ્રથમ વખત 70 મેડલ જીત્યા હતા. જોકે આ વખતે ભારત તેના અગાઉના આંકડા કરતા આગળ નીકળી ગયું છે.
જો ગૉલ્ડ મેડલના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો પણ આ વખતની એશિયન ગેમ્સ ભારત માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. ભારતે અત્યાર સુધીમાં 18 ગૉલ્ડ મેડલ જીત્યા છે. ભારતનો અગાઉનો સર્વશ્રેષ્ઠ 16 ગૉલ્ડ પણ હતો, જે 2018 એશિયન ગેમ્સમાં પ્રાપ્ત થયો હતો.