IPLમાં પ્રવીણ કુમાર વિવિધ ફ્રેન્ચાઇઝી તરફથી પણ રમી ચુક્યો છે.
2/5
પ્રવીણ કુમારે વર્ષ 2007માં ભારતીય વન ડે ટીમાં ડેબ્યૂ કર્યું હતું. છેલ્લે તે 2012માં પાકિસ્તાન સામે મેદાનમાં ઉતર્યો હતો. ટેસ્ટ ટીમમાં તેને 2011માં મોકો મળ્યો હતો. ભારતીય ટી20માં પ્રવીણ પ્રથમ વખત 2008માં મેદાનમાં ઉતર્યો હતો.
3/5
પ્રવીણ કુમાર ભારત માટે 6 ટેસ્ટ, 68 વનડે અને 10 ટી20 મેચ રમ્યો છે. તેણે ટેસ્ટમાં 27, વનડેમાં 77 અને ટી20માં 8 વિકેટ ઝડપી છે.
4/5
નિવૃત્તિની જાહેરાત બાદ પ્રવીણે જણાવ્યું કે, “મને કોઈ વાતનો રંજ નથી. હું જેટલું પણ રમ્યો દિલથી રમ્યો, દિલથી બોલિંગ કરી. રાજ્યના અનેક સારા બોલરો આગળ આવવા રાહ જોઈ રહ્યા છે અને હું તેમના કરિયરને પ્રભાવિત કરવા નથી માંગતો. બીજા ખેલાડીઓના ભવિષ્ય અંગે વિચારવું પણ જરૂરી છે. મારો સમય આવી ગયો છે અને મેં તેનો સ્વીકાર કરી લીધો છે. હું ખુશ છું અને ભગવાનનો આભારી છું.”
5/5
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમની મીડિયમ ફાસ્ટ બોલર પ્રવીણ કુમારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે. તેણે 11 વર્ષના કરિયર બાદ આ ફેંસલો લીધો છે. પ્રવીણ ભવિષ્યમાં બોલિંગ કોચ તરીકે કરિયરમાં આગળ વધવા માંગે છે.