શોધખોળ કરો
ભારતીય મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝને 61 રનથી હરાવ્યું, 5-0થી જીતી T20 સીરિઝ
ભારત માટે વૈદા કૃષ્ણામૂર્તિ અણનમ 57 રન અને જેમિમા રોદ્રિગેજે 50 રન બનાવ્યા છે. બન્નેએ ત્રીજી વિકેટ માટે 117 રનની ભાગીદારી નોંધાવી હતી.

નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમાયેલી ટી-20 સીરિઝમાં શાનદાર દેખાવ કરતા પાંચમી અને અંતિમ મેચ 61 રનથી જીતી સીરિઝ પર 5-0થી કબજો કરી લીધો છે. ભારત માટે વૈદા કૃષ્ણામૂર્તિ અણનમ 57 રન અને જેમિમા રોદ્રિગેજે 50 રન બનાવ્યા છે. બન્નેએ ત્રીજી વિકેટ માટે 117 રનની ભાગીદારી નોંધાવી હતી.
— BCCI Women (@BCCIWomen) November 21, 2019ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા ત્રણ વિકેટ ગુમાવી 134 રન બનાવ્યા હતા. તેના જવાબમાં વેસ્ટઇન્ડિઝની ટીમ 20 ઓવરમાં સાત વિકેટ પર માત્ર 73 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી અનુજા પાટિલે ત્રણ રન આપી વેકિટ ઝડપી હતી. જ્યારે રાધા યાદવ, પૂનમ યાદવ, પૂજા વસ્ત્રકાર અને હરલીન દયોલે એક એક વિકેટ મળી હતી.
વધુ વાંચો





















