શોધખોળ કરો
INDvAUS એડિલેડ ટેસ્ટઃ 2003 અને 2018ની જીતમાં આ રહી કોમન વાત, જાણો વિગત
1/4

2003 અને 2018ની જીતમાં બંને ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેનો અનુક્રમે રાહુલ દ્રવિડ અને ચેતેશ્વર પૂજારાએ કરેલી ધીરજભરી બેટિંગના કારણે જ ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. 2003માં રાહુલ દ્રવિડ જ્યારે 2018માં ચેતેશ્વર પૂજારા પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયા હતા.
2/4

2003માં રમાયેલી ટેસ્ટમાં પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ રિકી પોન્ટિંગના 242 રનની મદદથી 556 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. જેના જવાબમાં ભારતે ‘ધ વોલ’ રાહુલ દ્રવિડના 233 અને વીવીએસ લક્ષ્મણના 148 રનની મદદથી 523 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં અજીત અગરકરે ઘાતક બોલિંગ કરતાં ઓસ્ટ્રેલિયા 196 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતને મેચ જીતવા 229 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બીજી ઈનિંગમાં પણ રાહુલ દ્રવિડે અણનમ 72 રનની ઈનિંગ રમી ટીમ ઈન્ડિયાને 4 વિકેટથી જીત અપાવી હતી. આ મેચમાં રાહુલ દ્રવિડની બેટિંગના કારણે જ ભારતને જીત મળી હતી.
Published at : 10 Dec 2018 03:51 PM (IST)
View More





















