શોધખોળ કરો
INDvSA: કોહલીએ નોંધાવ્યો વધુ એક કીર્તિમાન, T20 ક્રિકેટમાં આ સિદ્ધી મેળવનારો બન્યો પ્રથમ ખેલાડી
મોહાલીમાં જીત સાથે ટીમ ઈન્ડિયા 3 મેચની સીરિઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે. મેચમાં 72 રન બનાવવાની સાથે જ કોહલીના નામે મોટો રેકોર્ડ નોંધાઈ ગયો હતો.

મોહાલીઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટી20 મેચ મોહાલીમાં રમાઈ રહી હતી. 150 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને મેચ જીતી હતી. કોહલી 72 અને શ્રેયસ 16 રને અણનમ રહ્યા હતા. ધવને 40 રન બનાવ્યા હતા. જીત સાથે ટીમ ઈન્ડિયા 3 મેચની સીરિઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે. મેચમાં 72 રન બનાવવાની સાથે જ કોહલીના નામે મોટો રેકોર્ડ નોંધાઈ ગયો હતો. કોહલી આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં સૌથી વધુ બનાવનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. કોહલીએ ભારતના જ રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો હતો. 72 રનની સાથે જ કોહલીના ટી20માં 2440 રન થઈ ગયા છે. 2434 રન સાથે રોહિત શર્મા બીજા નંબર પર આવી ગયો છે. આ ઉપરાંત કોહલી ટી20માં સૌથી વધુ ફિફટી ફટકારનારો પ્રથમ ખેલાડી બન્યો છે. તેણે 22મી ફિફટી ફટકારી હતી, જોકે તે ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં હજુ સુધી સદી લગાવી શક્યો નથી. રોહિત શર્મા 21 ફિફ્ટી સાથે બીજા નંબર પર છે. 2283 રન સાથે ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગપ્ટિલ ત્રીજા, 2263 રન સાથે પાકિસ્તાનનો શોએબ મલિક ચોથા અને ન્યૂઝીલેન્ડનો બ્રેન્ડોન મેક્કુલમ 2140 રન સાથે પાંચમા નંબર પર છે. મોદી માટે નહીં ખોલીએ એરસ્પેસ, પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી INDvSA: ડી કોકે ફિફ્ટી ફટકારતાં જ બનાવી દીધો મોટો રેકોર્ડ, જાણો વિગત
વધુ વાંચો





















