વનડેમાં છગ્ગા મારવાના મામલે રોહિત શર્મા ઝડપથી આગળ વધી રહ્યો છે. ભારતીય બેટ્સમેન તરીકે સૌથી વધુ સિક્સર પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. ધોની 211 છગ્ગા સાથે ટોપ પર છે.
2/7
સચિન 195 છગ્ગા સાથે બીજા નંબર પર હતો પરંતુ આજની મેચમાં રોહિત શર્માએ આ રેકોર્ડ તોડી નાંખ્યો છે. હવે તે સચિનથી આગળ નીકળી ગયો છે. રોહિત શર્માને હવે વન ડેમાં 198 છગ્ગા થઈ ગયા છે.
3/7
રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં બીજી વખત 150 પ્લસનો સ્કોર નોંધાવ્યો છે.
4/7
ઉલ્લેખનીય છે કે, 2017ની ચેમ્પિયન ટ્રૉફી બાદ રોહિત શર્માએ દરેક વનડે સીરીઝમાં સદી ફટકારીને પોતાનુ ફોર્મ યથાવત રાખ્યું છે, હાલમાં જ પહેલી વનડેમાં 152 અણનમ રનમાં 8 છગ્ગા ફટકારીને પોતાનું ફોર્મ સાબિત કરી દીધુ હતું.
5/7
રોહિત શર્મા 162 રન બનાવી નર્સની ઓવરમાં આઉટ થયો હતો. તેણે ઈનિંગમાં 20 ચોગ્ગા અને ચાર છગ્ગા માર્યા હતા. રોહિત શર્માએ સાતમી વખત વનડેમાં 150થી વધુનો સ્કોર પાર કર્યો હતો. જે પણ એક રેકોર્ડ છે. હાલ તેની આસપાસ કોઈ બેટ્સમેન નથી.
6/7
નવી દિલ્હીઃ મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં ભારત વેસ્ટ ઇન્ડિઝ સામે સીરીઝની ચોથી વનડે મેચ રમી રહ્યું છે. હિટમેન તરીકે ઓળખાતા ભારતીય ઓપનર રોહિત શર્માને આજે લોકો સિક્સર મેન તરીકે પણ ઓળખે છે. આજની મેચમાં રોહિત શર્માએ ભારતીય ઈનિંગની 41મી ઓવરમાં કિમર રોચની બોલિંગમાં સિક્સ મારીને સચિનનો 195 સિક્સર ફટકારવાનો રેકોર્ડ તોડ્યો હતો.
7/7
ભારતનો પૂર્વ કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન સૌરવ ગાંગુલી 189 છગ્ગા સાથે ચોથા અને ટીમ ઈન્ડિયાન 2007નો T20 અને 2011નો વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારો યુવરાજ સિંહ 153 છગ્ગા સાથે પાંચમા નંબર પર છે.