શોધખોળ કરો
Advertisement
IPL-2019: જીતનું ખાતું ખોલાવવા આજે મેદાનમાં ઉતરશે હૈદરાબાદ અને રાજસ્થાનની ટીમ
નવી દિલ્હી: સનરાઈઝર્સ હૈદરાબાદનો બીજો મુકાબલો આજે રાજસ્થાન રોયલ્સ સાથે છે. આ મેચ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. બન્ને ટીમ પોતાની જીતનું ખાતું ખોલવા મેદાનમાં ઉતરશે. બન્ને ટીમોએ આ સીઝનમાં પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદને કોલકાતા નાઈટ રાઇડર્સે અને રાજસ્થાનને કિંગ્સ ઇલેવન પંજાબે માત આપી હતી.
રાજસ્થાન રોયલ્સને કિંગ્સ ઈલેવન પંજાબે 14 રને પરાજય આપ્યો હતો. આ મેચમાં અશ્વિને બટલરને માંકડેડ આઉટ કરતાં વિવાદ પણ સર્જાયો હતો. બટલર આઉટ થતાં રાજસ્થાનની ટીમ અંતિમ ચાર ઓવરમાં 39 રન પણ બનાવી શકી નહતી.
જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદને પ્રથમ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સે 6 વિકેટે હરાવ્યું હતું. નીતિશ રાણાએ 68 અને આન્દ્રે રસેલના આક્રમક 19 બોલમાં 48 રનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે 19.4 ઓવરમાં જીત મેળવી હતી.
હૈદરાબાદ: કેન વિલિયમ્સન (કેપ્ટન), ડેવિડ વાર્નર, અભિષેક શર્મા, જૉની બેયરસ્ટો, ખલીલ અહમદ, રિકી ભૂઈ, બાસિલ થમપી, શ્રીવત્સ ગોસ્વામી, માર્ટિન ગુપ્ટિલ, દિપક હુડ્ડા, સિદ્ધાર્થ કૌલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ નબી, શહબાજ નદીમ, ટી, નટરાજન, મનીષ પાંડે. યૂસૂફ પઠાણ, રાશિદ ખાન, રિદ્ધિમાન સાહ, સંદીપ શર્મા, વિજય શંકર, શાકિબ અલ હસન અને બિલિ સ્ટેનલેક.
રાજસ્થાન: અજિંક્ય રહાણે (કેપ્ટન), કૃષ્ણપ્પા ગૌતમ, સંજૂ સેમસન, શ્રેયસ ગોપાલ, આર્યમાન બિડલા, એસ.મિધુન, પ્રશાંત ચોપડા, સ્ટુઅર્ટ બિન્ની, રાહુલ ત્રિપાઠી. બેન સ્ટોક્સ, સ્ટીવ સ્મિથ, જોસ બટલર, જોફરા આર્ચર, ઇશ સોઢી, ધવલ કુલકર્ણી, મહિપાલ લોમરોર, જયદેવ ઉનટકટ, વરુણ એરોન, ઓશેન થોમસ, શશાંક સિંહ, લિયામ લિવિંગસ્ટોન, શુભમ, મનન વોહરા, એશ્ટન ટર્નર, રિયાન પરાગ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement