પહેલા બેટિંગ કરતા બેંગલુરૂએ 20 ઓવરમાં 8 વિકેટે 205 રન બનાવ્યા હતાં. બેંગલુરૂ તરફથી એ બી ડિવિલિયર્સે માત્ર 30 બોલમાં આઠ ચોગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતાં. જ્યારે ઓપનિંગ બેટ્સમેન ડી કોકે 37 બોલમાં 4 ચોગ્ગા અને 1 સિક્સરની મદદથી 53 રન બનાવ્યા હતાં. ચેન્નાઈ તરફથી શાર્દુક ઠાકુર, ઈમરાન તાહિર અને બ્રાવોએ બે બે વિકેટ લીધી હતી.
2/4
ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ ટીમ બેંગ્લોર સામે 13 મેચ જીતી છે,જ્યારે બેંગ્લોરને 7 મેચમાં વિજય મળ્યો છે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી હાઈસ્કોરિંગ મેચમાંથી બંને ટીમો ત્રણ-ત્રણ વિજય મેળવી ચૂક્યા છે. જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. હાલની સિઝનમાં ધોનીની ટીમે ભારે આત્મવિશ્વાસ સાથે દેખાવ કર્યો છે. જ્યારે બેંગ્લોરની ટીમનું પર્ફોમન્સ ખાસ પ્રભાવ પાડી શક્યું નથી. જોકે મેચમાં વર્લ્ડ ક્લાસ પ્લેયર્સનો મુકાબલો જોવા મળશે તે નક્કી છે.
3/4
બેંગલુરુઃ બેંગ્લોરને પાંચ વિકેટે માત આપી ચેન્નાઇની ટીમે 206નો ટાર્ગેટ પૂરો કરીને શાનદાર જીત મેળવી છે. શરૂઆતમાં ધોની બ્રિગેડ ધ્વસ્ત થતી દેખાઇ રહી હતી, અને ઝડપી વિકેટો પડવા લાગી હતી. જ્યારે ધોની અને રાયડૂએ બાજી સંભાળી અને મેચમાં CSKને કમબેક કરાવી જ્યારે અંતિમ ઓવરોમાં રાયડૂ રન આઉટ થયો હતો. પરંતું ધોની અને બ્રાવો દ્વારા છેલ્લી ઓવરમાં ધમાકેદાર બેંટીગ કરીને CSKને 5 વિકેટે જીત અપાવી હતી.
4/4
ટોસ જીતીને ચેન્નઈને બેંગલુરૂને પહેલા બેટિંગ માટે ઉતાર્યું હતું. આરસીબીએ 20 ઓવરમાં 205 રન બનાવ્યા હતાં. જવાબમાં 206 રનના લક્ષ્યાંકને ચેન્નઈએ 19.4 ઓવરમાં હાંસલ કરી લીધું હતું. સીએસકે તરફથી અંબાતી રાયડુએ 53 બોલમાં 3 ચોગ્ગા અને 8 સિક્સર ફટકારી હતી. જ્યારે કેપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધોનીના નામનું તો જાણે વાવાઝોડું આવ્યું હતું. ધોનીએ માત્ર 34 બોલમાં ગગનચુંબી 7 સિક્સર અને 1 ફોર મારી અણમન 70 રન બનાવ્યા હતાં. ચેન્નઈએ માત્ર 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધું હતું.