શોધખોળ કરો
IPL ચેમ્પિયન ચેન્નઇ સુપરકિંગ્સને મળ્યા 20 કરોડ રૂપિયા, હાર છતાં હૈદરાબાદને મળ્યા આટલા કરોડ રૂપિયા
1/3

આઇપીએલના 11મા સીઝનમાં ફાઇનલ બાદ ઇનામોની વરસાદ થઇ હતી. ચેમ્પિયન ચેન્નઇને 20 કરોડ રૂપિયા ઇનામ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. જ્યારે ફાઇનલમાં હારનારી હૈદરાબાદની ટીમને 12.5 કરોડ રૂપિયાનું ઇનામ અપાયું હતું. તે સૌથી વધુ રન ફટકારનારા ખેલાડીને 10 લાખ રૂપિયા અપાયા હતા જ્યારે સૌથી વધુ વિકેટ ઝડપનારા બોલરને 10 લાખ રૂપિયાનો ચેક અપાયો હતો.
2/3

મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગની 11મી સીઝનની ફાઇનલ મેચમાં હૈદરાબાદને હરાવીને ચેન્નઇ સુપરકિંગ્સ ચેમ્પિયન બની ગઇ હતી. બે વર્ષ સુધી પ્રતિબંધિત રહેલી ચેન્નઇએ ફરીવાર ટાઇટલ જીતીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. ચેન્નઇએ અગાઉ 2010 અને 2011માં ટાઇટલ જીત્યું હતુ.
3/3

આ ટાઇટલ સાથે ચેન્નઇએ આઇપીએલમાં સૌથી વધુ વખત ચેમ્પિયન બનવાના મુંબઇ ઇન્ડિયન્સના રેકોર્ડની બરોબરી કરી હતી. મુંબઇ ઇન્ડિયન્સ પણ ત્રણ વખત ટાઇટલ જીતી ચૂકી છે.
Published at : 28 May 2018 08:03 AM (IST)
View More
Advertisement





















